Godhra Daily Highlights: સુપર સ્ટાર્સથી ભરપૂર ગોધરા, તલાટીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

તલાટીઓના કાળી પટ્ટી બાંધી વિરોધ

Godhra news: ગોધરા શહેરમાં (Godhra news) મેકઅપ ફેશન અને મોડલિંગની (Makeup fashion and modeling) દસ દિવસીય ઇવેન્ટનું આયોજન કરાયું. જેમાં ફિલ્મ ક્ષેત્રના (Film field) ખ્યાતનામ કલાકારો અને મોડેલ્સને આમંત્રિત કરાયા હતા.

  • Share this:
    ગોધરાઃ ગોધરા શહેરમાં (Godhra news) મેકઅપ ફેશન અને મોડલિંગની (Makeup fashion and modeling) દસ દિવસીય ઇવેન્ટનું આયોજન કરાયું. જેમાં ફિલ્મ ક્ષેત્રના (Film field) ખ્યાતનામ કલાકારો અને મોડેલ્સને આમંત્રિત કરાયા હતા. તેમજ આ ઇવેન્ટનું આયોજન મનીષા દેવડા તથા ડિરેક્ટર કોરિયોગ્રાફર વિશાલ રાજવી દ્વારા કરવામાં આવ્યું. જેમાં ગુજરાતી, બોલિવૂડ તેમજ સાઉથ ઇન્ડસ્ટ્રીની મોડલ્સ ગોધરા ખાતે બોલાવવામાં આવ્યા હતા. ગતરોજ ફેશન ફોટો શૂટ અંતર્ગત "ભારત કી શાન લેટ્સ ડાન્સ" ફેમ પંક્તિ પાઠક ગોધરામાં આવ્યા હતા. તેમજ તેમની અદાઓથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે સાથે ઇવેન્ટમાં અન્ય models કલાકારો જેવાકે ગુજરાતી ફિલ્મ સ્ટાર નેહા સુથાર, તેમજ બોલિવૂડ અને સાઉથની એક્ટ્રેસ પૂજા પ્રજાપતિ તેમજ શિવાની રાજપુત વગેરે ખ્યાતનામ મોડેલ ગોધરામાં ફેશન ફોટો શૂટ ઇવેન્ટમાં આવ્યા હતા. ગોધરા જેવા નાનકડા શહેરમાં દિગ્ગજ કલાકારો ની અવર જવર વધતા ગોધરા શહેરમાં ફેશન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધતી હોવાના એંધાણ જોવા મળ્યા.

    ૨. શહેરા તાલુકાના તલાટી ક્રમ મંત્રી દ્વારા કાળી પટ્ટી ધારણ કરવામાં આવી.પંચમહાલ જિલ્લામાં અગાઉના દિવસે પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યુંહતું જેમાં ગ્રામ પંચાયત અને મામલતદાર ઓફિસે બેસતા તલાટી ક્રમ મંત્રી વચ્ચે વિસંગતતા ને લઈને દૂર કરી અને એક સમાન ગ્રેડ મળે અને પ્રમોશન આપવામાં આવે તે માટે ના શહેરા તાલુકામાં તલાટી ક્રમ મંત્રી દ્વારા તેમના ગ્રામ પંચાયત ખાતે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને તેઓ તેમના લાગતા વળગતા ગ્રામપંચાયત પર બેસી કાર્ય કરી રહ્યા હતા. તેઓ દ્વારા તેમની માગણીઓ સંતોષવામાં આવે તે હેતુ થી કાળી પટ્ટી ધારણ કરી હતી.

    ૩. શ્રાવણ પરિપૂર્ણ થતા ભાદરવા માસની શરૂઆત થાય અને એમાંયે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ શરૂ થતાં જ પિતૃઓને તૃપ્ત કરવા માટે શ્રાદ તર્પણ વિધિ નું મહત્વ રહેલું છે. હાલ શ્રાદ્ધ પક્ષમાં બસ સ્ટેન્ડ તમામ સ્થળોએ હિંદુ સંસ્કૃતિ અનુસાર ઘરે-ઘરે શ્રાદ્ધ કરવામાં આવી રહ્યા હોય શ્રાદ્ધ માં પિતૃઓના તર્પણ ની ક્રિયા નું એક આગવું મહત્વ છે. શ્રાદ્ધના દિવસે દૂધ અને પુરી બનાવવામાં આવે છે અને તેને પિતૃઓને તર્પણ કરવામાં આવે છે. આ સાથે જ ભાણેજ, જમાઇ તથા બ્રાહ્મણોને ભોજન દક્ષિણ અર્પી પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. પૌરાણિક મહત્વ તો છે જ પરંતુ તેને સાંપ્રત સમયે લોજીકલ મહત્વ ઋષિ પરંપરા દર્શાવે છે જોઈએ વીડિયોમાં..
    Published by:ankit patel
    First published: