ગોધરા શહેરમાં તસ્કરોનો તરખાટ, પૂર્વ સાંસદના બંધ મકાનને પણ બનાવ્યું નિશાન

ગોધરા શહેરમાં પૂર્વ સાંસદના મકાન સહીત એક જ રાતમાં ચાર સ્થળોએ ચોરી કરી તરખાટ મચાવી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે. ગોધરાના પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકીના બંધ રહેણાંક મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના, વિદેશી ડોલર, ઈમ્પોર્ટેડ ઘડિયાળો, તેમજ રોકડ રકમ મળી 72 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ગોધરા# ગોધરા શહેરમાં પૂર્વ સાંસદના મકાન સહીત એક જ રાતમાં ચાર સ્થળોએ ચોરી કરી તરખાટ મચાવી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે. ગોધરાના પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકીના બંધ રહેણાંક મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના, વિદેશી ડોલર, ઈમ્પોર્ટેડ ઘડિયાળો, તેમજ રોકડ રકમ મળી 72 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

બાજુમાં રહેતા પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ગોધરા એ ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના બામરોલી રોડ વિસ્તારમાં ગીતામૃત એવન્યુ એપાર્ટમેન્ટમાં આવેલા બે બંધ ફ્લેટના તાળા તોડી સોના ચાંદીના દાગીના, વિદેશી ડોલર અને રોકડ રકમની ચોરી તેમજ ગીતાનગર સોસાયટીમાં આવેલા એક રહેણાંક બંધ મકાનમાંથી ચોરી થવાની ઘટના બનવા પામી છે. એક જ રાતમાં શહેરમાં ચાર સ્થળોએ ચોરી થતા પોલીસ દ્વારા તમામ ઘટનામાં ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે.
First published: