ગોધરા ન.પા દ્વારા રેલ્વે અંડરબ્રિજની ગ્રાન્ટ બગીચામાં વાપરવાના નિર્ણય સામે નગરજનોમાં રોષ

ગોધરા નગરપાલિકા દ્વારા શહેરનામાં આવેલ રેલ્વે ફટક માટે મળેલી 1.50 કરોડની ગ્રાન્ટ શહેરના બગીચા ના બ્યુટીફીકેશન માટે વાપરવાનો નિર્ણય કરવામાં આવતા નગરજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ગોધરા નગરપાલિકા દ્વારા શહેરનામાં આવેલ રેલ્વે ફટક માટે મળેલી 1.50 કરોડની ગ્રાન્ટ શહેરના બગીચા ના બ્યુટીફીકેશન માટે વાપરવાનો નિર્ણય કરવામાં આવતા નગરજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ગોધરા# ગોધરા નગરપાલિકા દ્વારા શહેરનામાં આવેલ રેલ્વે ફટક માટે મળેલી 1.50 કરોડની ગ્રાન્ટ શહેરના બગીચા ના બ્યુટીફીકેશન માટે વાપરવાનો નિર્ણય કરવામાં આવતા નગરજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

રાજ્ય સરકાર દ્વારા ગોધરા નગરપાલિકાને ગોધરા શહેરમાં આવેલા શહેરા ભાગોળ ફાટક નીચે અન્ડરબ્રિજ બનાવવા માટે રૂપિયા 1.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ પશ્ચિમ રેલ્વે તરફથી આ બ્રિજ બનાવવા માટેની પરવાનગી હજુ સુધી ના મળી હોવાથી અને રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટને સમય મર્યાદામાં વાપરવાની હોવાથી પાલિકા સત્તાધીશો દ્વારા આ ગ્રાન્ટને કોઈની પણ મંજુરી વિના જ ગ્રાન્ટનો હેતુફેર કરી નાખવામાં આવ્યો છે.

બ્રિજ બનાવા માટે મળેલી ગ્રાન્ટને ગોધરા શહેરના નહેરૂ બાગના બ્યુટીફીકેશન માં વાપરવા માટેનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે, જેનો ભારે વિરોધ ઉઠવા પામ્યો છે. તો બીજી તરફ અન્ડરબ્રિજ બનાવવા માટે હાલ ફાળવાયેલી ગ્રાન્ટ ફરી વખત રાજ્ય સરકાર તરફથી એજ કામ માટે ફાળવવામાં આવનાર ના હોય તો બ્રિજનું કામ થઈ શકશે જ નહિ.

મહત્વપૂર્ણ છે કે, ગોધરા શહેરના મધ્યમાં શહેરા ભાગોળ ખાતે આવેલ રેલ્વે ફાટકને લઈને રોજીંદી સમસ્યા સર્જાય છે. કલાકો સુધી ફાટક બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાવા સાથે લોકોનો સમય બગડે છે. જેને લઇ વારંવાર રજુઆતોને પગલે અંડરબ્રિજની માંગણી કરતા અંતે મંજુરી બાદ ગ્રાન્ટ મળી છે.

શહેરની માથા ના દુખાવા રૂપ સમસ્યાથી છુટકારો મળવાની નગરજનોને આશા બંધાઈ હતી, જે પાલિકાના સત્તાધીશોની અણઆવડતને લઈને ફળીભૂત થઇ શકી નથી.
First published: