ગોધરાના મોરડુંગરાના શ્રમજીવીઓને ખોરાકી ઝેર ની અસર, એક મહિલાનું મોત

ગોધરાના મોરડુંગરા ગામે ખોરાકી ઝેરની અસર થતા શ્રમજીવી પરિવારની એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય 12 વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગોધરાના મોરડુંગરા ગામે ખોરાકી ઝેરની અસર થતા શ્રમજીવી પરિવારની એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય 12 વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ગોધરા# ગોધરાના મોરડુંગરા ગામે ખોરાકી ઝેરની અસર થતા શ્રમજીવી પરિવારની એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય 12 વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મોરડુંગરાથી શ્રમજીવીઓ ઠાસરામાં ઘઉંની કાપણી માટે ગયા હતા, જ્યાં મકાઈનો રોટલો અને ટામેટાનું શાક ખાધા બાદ નજીકમાંથી પસાર થતી કેનાલમાંથી પાણી પણ પીધું હતું બાદમાં રાત્રે બધાને ઝાડા ઉલ્ટીની તકલીફ થવા પામી હતી.

જેથી પોતાના ઘરે આવવા નીકળી ગયા હતા, જે દરમિયાન રમીલાબેન નામની મહિલાનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું, તેમજ અન્ય 12 જેટલા વ્યક્તિઓને ઝાડા ઉલ્ટીની તકલીફ થતા તેમને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તમામ વ્યક્તિઓ સારવાર હેઠળ છે તમામની હાલત સ્થિર છે.
First published: