ગોધરાઃ બીજ નિગમ દ્વારા દિવેલા ન સ્વીકારાતાં ખેડૂતોની આત્મહત્યાની ચીમકી

ગોધરાઃ બીજ નિગમ દ્વારા દિવેલા ન સ્વીકારાતાં ખેડૂતોની આત્મહત્યાની ચીમકી.

 • Share this:
  પંચમહાલઃ ગોધરામાં બીજ નિગમની ઓફિસમાં દિવેલા ન સ્વીકારવા બદલ ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. દિવેલામાં કોઈ પણ પ્રકારની ખામી ન હોવા છતાં બીજ નિગમના અધિકારીએ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

  મળતી વધુ વિગત મુજબ, ગોધરામાં આજે બીજ નિગમ ઓફિસ ખાતે ખેડૂતો બિયારણ માટે પકવેલા દિવેલા ભરેલા કોથળા લઈને આવ્યા હતા. બીજ નિગમના  અધિકારીએ ખેડૂતો દ્વારા દિવેલા સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. દિવેલામાં કોઈ પણ પ્રકારની ખામી ન હતી છતાં પણ અસ્વીકાર કરાતાં ખેડૂતો રોષે ભરાયા હતા. આને લઈ ખેડૂતો બીજ નિગમની ઓફિસે પહોંચી હોબાળો મચાવ્યો હતો.

  દિવેલામાં કોઈ પણ પ્રકારની ખામી ન હોવા છતાં બીજ નિગમના અધિકારી દ્વારા અસ્વીકાર કરાતાં ખેડૂતોએ ગુસ્સે ભરાયા હતા. બીજ નિગમની ઓફિસમાં ભેગા થયેલા ખેડૂતોએ આવનારા દિવસોમાં દિવેલા નહિ ખરીદાય તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી.  Published by:Sanjay Joshi
  First published: