Home /News /gujarat /

બર્ડ હિટ બાદ અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

બર્ડ હિટ બાદ અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

પ્રતિકાત્મક તસવીર

ટેકઓફના થોડા જ સમયમાં ફ્લાઇટને બર્ડ-હિટ નડ્યું હતું. જેના કારણે પ્લેનનું એક બાજુનું એન્જિન બંધ પડી ગયું હતું.

    અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ ખાતે વધુ એક બર્ડ-હિટની ઘટના ઘટી છે. ગો-એરની ફ્લાઇટ G8 720 અમદાવાદથી-દિલ્હી માટે સવારે 8.25 વાગ્યે દિલ્હી જવા માટે ઉપડી હતી.

    ટેકઓફના થોડા જ સમયમાં ફ્લાઇટને બર્ડ-હિટ નડ્યું હતું. જેના કારણે પ્લેનનું એક બાજુનું એન્જિન બંધ પડી ગયું હતું. બાદમાં પાઇલટે પ્લેનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 8.25 વાગ્યે ઉપડીને 9.55 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી.

    સુરતથી શિરડી વચ્ચે સીધી ફ્લાઈટની શરૂઆત

    બીજી તરફ સુરતથી શિરડી જતા મુસાફરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવે સુરતથી શિરડી વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે. સુરતથી શિરડી જતા શ્રદ્ધાળુઓએ રોડ માર્ગે જવું પડતું હતું તેમજ તેમાં વધારે સમય લાગતો હતો. હવે શ્રદ્ધાળુઓ સુરતથી સીધા જ ફ્લાઇટમાં 60 મિનિટમાં પહોંચી શકશે. વેન્ચુરા એર કનેક્ટ દ્વારા આ ફ્લાઈટ સેવા દ્વારા આગામી 15 ફેબ્રુઆરીથી આ સેવા શરૂ કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Emergency landing, Go Air, ફ્લાઇટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन