Home /News /gujarat /આ છે ગ્લેમરસ દુનિયાની કાળી સચ્ચાઇ, મોડલ સાથે ગેંગ રેપ, સિગારેટથી આપ્યા ડામ

આ છે ગ્લેમરસ દુનિયાની કાળી સચ્ચાઇ, મોડલ સાથે ગેંગ રેપ, સિગારેટથી આપ્યા ડામ

#ગ્લેમરની દુનિયા આમ તો ઝામકમઝોળથી ભરેલી છે પરંતુ એની સચ્ચાઇ પણ એટલી જ ભયાનક છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસનાથી ભરેલા આ એવા નરાધમોની હેવાનિયતનો કિસ્સો છે કે જેઓ માસુમ યુવતીઓને ફિલ્મોની લાલચ આપી એમની સાથે હેવાનિયતનો ખેલ ખેલી રહ્યા છે. દિલ્હીની આ મોડલ આવી જ હેવાનિયતનો પૂણેમાં ભોગ બની છે.

#ગ્લેમરની દુનિયા આમ તો ઝામકમઝોળથી ભરેલી છે પરંતુ એની સચ્ચાઇ પણ એટલી જ ભયાનક છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસનાથી ભરેલા આ એવા નરાધમોની હેવાનિયતનો કિસ્સો છે કે જેઓ માસુમ યુવતીઓને ફિલ્મોની લાલચ આપી એમની સાથે હેવાનિયતનો ખેલ ખેલી રહ્યા છે. દિલ્હીની આ મોડલ આવી જ હેવાનિયતનો પૂણેમાં ભોગ બની છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ગ્લેમરની દુનિયા આમ તો ઝામકમઝોળથી ભરેલી છે પરંતુ એની સચ્ચાઇ પણ એટલી જ ભયાનક છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસનાથી ભરેલા આ એવા નરાધમોની હેવાનિયતનો કિસ્સો છે કે જેઓ માસુમ યુવતીઓને ફિલ્મોની લાલચ આપી એમની સાથે હેવાનિયતનો ખેલ ખેલી રહ્યા છે. દિલ્હીની આ મોડલ આવી જ હેવાનિયતનો પૂણેમાં ભોગ બની છે.

દિલ્હીના આ મોડલ જે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા ઇચ્છતી હતી પરંતુ એક ખોટા સંપર્કને લીધે એની જીંદગી નરક બની હતી. આ મોડલ સાથે જે કંઇ પણ થયું એ ભયાનક અને બિહામણું છે. ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી એની સાથે પહેલા તો ગેંગ રેપ કરવામાં આવ્યો અને બાદમાં નરાધમોએ એની સાથે હેવાનિયતની હદ પાર કીધી દીધી. નરાધમોએ આ મોડલને સિગારેટથી ડામ આપ્યા અને મારપીટ કરી.

પીડિત મોડલનું કહેવું છે કે, ગત વર્ષે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં એક મહિલાએ એનો સંપર્ક કર્યો હતો અને ફિલ્મોમાં કામ આપવાની વાત કરી હતી. ત્યાર આ મહિલાના કહેવાથી તેણી આ વર્ષે ફેબ્રુઆરી માસમાં પૂણે આવી હતી. પરંતુ મોડલનો આરોપ છે કે પૂણેમાં ઓડિશન દરમિયાન જે ચાર લોકો સાથે એની ઓળખાણ કરાવી એમણે એને ફિલ્મમાં કામ આપવાના બદલે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. જેનો તેણીએ વિરોધ કર્યો હતો.

પીડિત મોડલના જણાવ્યા અનુસાર વિરોધ કરતાં આ નરાધમોએ મોડલને પહેલા તો મારમાર્યો અને અને નશીલી દવા પીવડાવી. ત્યારબાદ આ શખ્સોએ તેણીના શરીર પર સિગારેટથી ડામ આપ્યા. ગુપ્ત ભાગે પણ આ શખ્સોએ સિગારેટના ડામ આપ્યા.

ફિલ્મી દુનિયામાં પગદંડો જમાવવાના સપના જોનાર આ પીડિત યુવતીએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે એક ખોટી મહિલાના સંપર્કમાં આવવાથી તેણીએ આટલું બધુ ભોગવવું પડશે. જોકે આ પીડિત મોડલની મદદે એક યુવતી જ આવી જે પણ આ નરાધમોની ચૂંગાલમાં ફસાયેલી હતી. મોડલનું દર્દ જોતાં તેણીને પણ હિંમત આવી બંને 15મી માર્ચે પૂણેથી ભાગવામાં સફળ થઇ.

સમાજના ડરથી પહેલા તો બંનેએ ફરિયાદ કરવાનું ટાળ્યું અને ઘરે જ સારવાર શરૂ કરી. પરંતુ બંનેએ હિંમત કરી દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો અને 23મી માર્ચે કોટલા મુબારકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઇ.

પીડિતાની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ કલમ 323, 328, 354(એ), 354(બી), 506, 34 અંતગર્ત ગુનો નોંધ્યો હતો. જોકે મામલામાં પૂણેનો હોવાથી પોલીસે ઝીરો એફઆઇઆર નોંધી કેસને પૂણે ટ્રાન્સફર કર્યો.

જોકે સાઉથ દિલ્હીના ડીસીપી ઇશ્વરસિંહનો દાવો છે કે આ કેસ સાથે જોડાયેલ તમામ મેડિકલ રિપોર્ટ પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવ્યા છે અને જ્યાં રેપની ફરિયાદ પણ થઇ છે. પરંતુ પીડિત મોડલનો આરોપ છે રે પોલીસને પુછ્યું તો એમણે કેસ ટ્રાન્સફર થવાની વાતનો ઇન્કાર કર્યો છે. પોલીસથી પણ ન્યાય ન મળતો જોઇ પીડિતાએ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. મોડલનું કહેવું છે જો ન્યાય નહીં મળે તો જીવીને શું કરવું છે. પીડિત મોડલની સાથોસાથ તેણી મિત્રનો પણ આરોપ છે કે આ મામલે પોલીસ એમની મદદ કરતી હોય એવું નથી લાગી રહ્યું.
First published:

Tags: ગેંગ રેપ, દિલ્હી`, પૂણે, મોડેલ

विज्ञापन
विज्ञापन