Home /News /gujarat /

દુષ્કર્મ બાદ આપઘાત કેસમાં માહિતી છુપાવનાર OASIS સંસ્થાના સંજીવ શાહની આજે પૂછપરછ

દુષ્કર્મ બાદ આપઘાત કેસમાં માહિતી છુપાવનાર OASIS સંસ્થાના સંજીવ શાહની આજે પૂછપરછ

પીડિતાએ ઓએસિસના સંજીવ શાહની મદદ માંગી હતી.

Vadodara gang rape case: આ પ્રકરણમાં પીડિતાએ ઓએસિસના સંજીવ શાહની મદદ માંગી હોવા છતાં તેની સાથે થયેલા બનાવની જાણ તેમણે પોલીસ કે તેના માતા-પિતાને નહીં કરતાં સંસ્થા સામે આક્ષેપો થયા છે.

    વડોદરાઃ શહેરના વેક્સિન ગ્રાઉન્ડ પરના ચકચારી ગેંગરેપ (vadodara vaccine ground gang rape case) કેસમાં પીડિતાની માહિતી છુપાવનાર ઓએસિસ સંસ્થા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આજે સંસ્થાના સંજીવ શાહની (Sanjiv Shah) પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે, વડોદરાની ઓએસિસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રિતી શાહ (Prity Shah) તેના પતિ અને સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ તેમજ સંસ્થા સાથે સંકળાયેલી વૈષ્ણવી ટાપરીયા (Vaishnavi taparia) સામે ક્રાઇમબ્રાચે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

    વલસાડ પોલીસે ગુનો નોંધ્યો હતો

    વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાં ફાંસો ખાઇ આપઘાત કરનાર નવસારી રહેતી અને વડોદરાની ઓએસિસમાં કામ કરતી વિદ્યાર્થિનીએ ડાયરીમાં વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ થયો હોવાની વિગતો વર્ણવી હતી. આ અંગે વલસાડ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં પીડિતાએ ઓએસિસના સંજીવ શાહની મદદ માંગી હોવા છતાં તેની સાથે થયેલા બનાવની જાણ તેમણે પોલીસ કે તેના માતા-પિતાને નહીં કરતાં સંસ્થા સામે આક્ષેપો થયા હતા.



    કોર્ટે તપાસની આપી મંજૂરી

    વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર. એ. જાડેજાએ ઓએસિસના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ શાહ, તેના પતિ સંજીવ શાહ અને આપઘાત કરનાર યુવતીની મેન્ટર અને કો ઓર્ડિનેટર વૈષ્ણવી સામે માહિતી છુપાવવા બદલ નોન કોગ્નિઝેબલ ગુનો નોંધતા કોર્ટે તેની તપાસ માટે મંજૂરી આપી છે.

    આ પણ વાંચો - Vadodara: 100 વર્ષ જૂના અને 2 ટન વજનના પથ્થરના ગોળામાં છે ‘અખંડ ભારતનો નકશો’





    'તો યુવતી જીવતી હોત'

    સંસ્થાની તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે, સંસ્થાએ પીડિતાની ત્વરીત પોલીસને જાણ કરી હોત તો યુવતી જીવતી હોત અને દુષ્કર્મ આચરનાર આરોપીઓ પણ પકડાઈ ગયા હોત.

    આ પણ વાંચો - ટ્રેનમાં આપઘાત કરનાર નવસારીની યુવતીના FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ, યુવતી પર દુષ્કર્મ નથી થયું

    યુવતી બે વર્ષથી સંસ્થા સાથે જોડાયેલી હતી

    ઓએસિસ સંસ્થાની તપાસ કરનાર એ.સી.પી. ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, દુષ્કર્મ બાદ આપઘાત કરી લેનાર યુવતી ઓએસિસ સંસ્થા સાથે બે વર્ષથી સંકળાયેલી હતી અને તે સંસ્થામાં એમ.એચ.ઇ.નો કોર્ષ કરતી હતી. સાથે સંસ્થામાં પુસ્તક પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી હતી. સંસ્થાના સંચાલકો યુવતી સાથે દુષ્કર્મ થયાનું જાણતા હોવા છતાં કોઇ મદદ કરી ન હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन