Home /News /gujarat /તોગડિયાને ઉપવાસ છોડવા માટે સમજાવવા આવેલી બાળકી ધ્રૂસકે ધ્રૂસકે રડી

તોગડિયાને ઉપવાસ છોડવા માટે સમજાવવા આવેલી બાળકી ધ્રૂસકે ધ્રૂસકે રડી

તોગડિયાને ઉપવાસ સ્થળે આજે એક બાળકી પણ મળવા આવી પહોંચી હતી. બાળકીએ તેનું નામ રાજવી પંડ્યા હોવાનું જણાવ્યું હતું. રાજવી જ્યારે તોગડિયાને મળી ત્યારે તે ધ્રૂસતે ધ્રૂસકે રડી પડી હતી. મીડિયા સાથે વાતચીત કરતા બાળકીએ જણાવ્યું હતું કે તેણે તોગડિયાને ઉપવાસ છોડી દેવા માટે વિનંતી કરી છે. તે છેલ્લા 10 વર્ષથી તોગડિયાને ઓળખતી હોવાનું જણાવ્યું હતું. બાળકીએ વધુમાં કહ્યું હતું કે, 'જો તેઓ ઉપવાસ નહીં છોડો તો તે પણ તેના સમર્થનમાં ઉપવાસ કરશે. તોગડિયા બે દિવસના ઉપવાસ કરશે તો તે ચાર દિવસના ઉપવાસ રાખશે. મેં તેમને કહ્યું છે કે તમને લો સુગર અને હાઈ બીપી હોવાથી ઉપવાસ છોડી દો.'

આ સમયે તોગડિયાને મળવા આવેલા એક વડીલ પણ ધ્રૂસકે ધ્રૂસકે રડતા જોવા મળ્યા હતા. તોગડિયાની બાજુમાં જ બેસી રહેલા વડીલ ખૂબ ભાવુક જણાયા હતા.



તોગડિયા ઉપવાસ નહીં છોડે તો આત્મહત્યાની ચીમકી

ઉપવાસના ત્રીજા દિવસે પ્રવીણ તોગડિયાની તબિયત લથડી હતી. તેમના શરીરમાં સુગરનું પ્રમાણ ઘટી ગયું હતું તેમજ તેમને હાઈ બ્લડ પ્રેશર હતું. નાદુરસ્ત તબિયતના પગલે મોટી સંખ્યામાં સાધુ-સંતો તોગડિયાને મળવા પહોંચ્યા હતા અને તેમને ઉપવાસ છોડી દેવા માટે સમજાવવામાં આવ્યા હતા. ડોક્ટરે પણ તોગડિયાને ઉપવાસ છોડી દેવાની સલાહ આપી હતી. આ દરમિયાન એક મહંતે એવી ચીમકી ઉચ્ચારી છે કે જો પ્રવીણ તોગડિયા ઉપવાસ નહીં છોડે તો તેઓ આત્મહત્યા કરશે.

તોગડિયાને મનાવવા પહોંચેલા ગૌરાંગ શરણ સ્વામીએ નિવેદન આપતા કહ્યું છે કે જો આજે પ્રવીણ તોગડિયા આમરણાંત ઉપવાસ નહીં છોડો તો તેઓ આત્મહત્યા કરી લેશે. ગૌરાંગ શરણ સ્વામી હિંમતનગર ખાતે આવેલા પંચમુખી હનુમાન મંદિરના સ્વામી છે. જોકે, અંતે સમજાવટ બાદ તોગડિયાએ પોતાના ઉપવાસ છોડી દીધા છે.
First published:

Tags: Cry, Gir, Pravin togadia, VHP

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો