Home /News /gujarat /

અમદાવાદઃ મંદિરે દર્શન કરવા જતાં લોકોને પ્રસાદીમાં મળે છે ઇ-મેમો!

અમદાવાદઃ મંદિરે દર્શન કરવા જતાં લોકોને પ્રસાદીમાં મળે છે ઇ-મેમો!

ઘી કાંટાના રહીશે ત્રાહિમામ

ચાર રસ્તા પર આવેલા રામદેવ મંદિરે લોકો સવારે પોતાના પરિવાર સાથે દર્શન કરવા જતા હોય છે અને સાંજે પ્રસાદ રૂપે મળે છે ઈ-મેમો!

અમદાવાદ: શહેરના ઘી કાંટા ચાર રસ્તા પર સીસીટીવી લાગ્યા ત્યારે લોકોને થયું કે આ વિસ્તારની સુરક્ષિત રહેશે. પરંતુ હવે આ ત્રીજી આંખથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આંખમાં આજણી થાય અને ખટક્યા કરે તેમ ધી કાંટાના રહેવાસીઓને ત્રીજી આંખ સમાન રાખેલા કેમેરા ખટકી રહ્યા છે.

ઘી કાંટા કોર્ટ નજીક આવેલા ચાર રસ્તા પર સીસીટીવી રાખવામાં આવ્યા છે. ચાર રસ્તા પર લાગેલા સીસીટીવીના 100 મીટરની અંદર લોકોના રહેણાક વિસ્તાર પણ છે. રોજે રોજ લોકો ઘરમાંથી વાહન પર નીકળે અને રોજે રોજ ઈ-મેમો પણ આવે છે. લોકો દૂઘ લેવા જતાં હોય કે મંદિર કે પછી ચબુતરા પર ચણ નાખવા જાય. તેમના ઘરે ઈ-મેમો પહોંચી જાય છે. કોઈને નો પાર્કિંગ, કોઈને હેલમેટ ન પહેર્યું હોવાનો તો કોઈને બાઈક પર હોય અને સિટબેલ્ટ ન બાંધ્યોનો ઈ-મેમો મળી રહ્યા છે. ચાર રસ્તા પર આવેલા રામદેવ મંદિરે લોકો સવારે પોતાના પરિવાર સાથે દર્શન કરવા જતા હોય છે અને સાંજે પ્રસાદ રૂપે મળે છે ઈ-મેમો!

ઘી કાંટા વિસ્તારમાં ગીચતા અને પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો રોડ પર જ વાહન પાર્ક કરે છે. જોકે, ઘી કાંટા વિસ્તારમાં રહેતા લોકોને ઘરે ઘરે ઈ મેમો આવ્યા છે. અમુક લોકોને એક કે બે નહીં પણ 30-30 મેમો પણ આવ્યા છે. લોકો ઈ-મેમોથી પરેશાન થઈ ગયા છે. લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે રોજે રોજ આવતા ઈ મેમો ભરવા કે પછી ઘર ચલાવવું. લોકો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે, નિયમ બધા માટે સરખા હોય છે તો પછી અહીંથી નીકળતા સરકારી વાહનો કેમ નિયમોનું પાલન નથી કરતા?

આ અંગે ટ્રાફિક અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે નિયમોનો ભંગ કરે છે એટલે ઈ મેમો મળે છે. ઘી કાંટાના રહેવાસીઓએ ઈ મેમોને લઈ વિરોઘ નોંધાવ્યો હતો. ઘી કાંટાના રામદેવ મંદિરના મહંતે અને રહેવાસીઓએ રજુઆત કરી છે. લોકોએ રજુઆત કરી છે કે સીસીટીવી રાખવામાં આવે પરંતુ સીસીટીવીને કારણે રોજે રોજ મળતા ઈ મેમો બંધ કરવામાં આવે.

સ્ટોરીઃ વિભુ પટેલ
First published:

Tags: Ahmedabad traffic police, E-memo, ટ્રાફિક પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन