Home /News /gujarat /

અમદાવાદઃ GEBએ પાણીના બોરનું કનેક્શન કાપતા સ્થાનિકોનો હોબાળો

અમદાવાદઃ GEBએ પાણીના બોરનું કનેક્શન કાપતા સ્થાનિકોનો હોબાળો

મધુમાલતીના સ્થાનિકો

અમદાવાદના કઠવાડા જીઆઇડીસી મધુમાલતી આવાસ યોજના રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

    સંજય ટાંક, અમદાવાદઃ અમદાવાદના કઠવાડા જીઆઇડીસી મધુમાલતી આવાસ યોજના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. પાણીના બોરનું લાઈટ કનેક્શન GEBએ કાપી નાખતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. સ્થાનિકોએ આ મામલે સોસાયટીના પૂર્વ ચેરમેનને જવાબદાર ઠેરવ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે કઠવાડાની મધુમાલતી આવાસ યોજનાના રહીશો નારાજગી સાથે ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. સોસાયટીનું સાડા પાંચ લાખનું બિલ ભરપાઈ નહિ થતા GEBએ પાણીના બોરનું કનેક્શન કાપી નાખ્યું છે. જેથી આ કાળઝાળ ગરમીમાં સોસાયટીના 500થી વધુ પરિવારોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે સોસાયટીના પૂર્વ ચેરમેન એ અત્યાર સુધી ભરેલા મેન્ટેનન્સનો હિસાબ આપ્યો નથી. અને એક વર્ષથી ચેરમેન પદ છોડી બીજે રહેવા જતા રહ્યા છે. આવાસ યોજનાના પૂર્વ ચેરમેન અને ઔડાના અધિકારીઓની મિલીભગતનો પણ લોકો આક્ષેપ કરી રહ્યાં છે.

    આ પણ વાંચોઃ-વડોદરાઃ સ્વિમિંગપુલમાં નહાતી મહિલાઓનો વીડિયો ઉતારનાર યુવકની ધરપકડ

    વર્ષ 2014માં મધુમાલતી આવાસ યોજના માં લાભાર્થીઓને મકાનો ફળવાયા હતા. તે સમયે જ દર મહિને 300 રૂપિયા મેન્ટેનન્સ ઉઘરાવતું હતું પણ ચેરમેન પરસોત્તમ ભાઈએ પાંચ વર્ષના હિસાબો આપ્યા નહી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે તો બીજીતરફ પુરસોતમ ભાઈ ગોહિલએ આ આક્ષેપોને નકારી કાઢયા છે. એટલુંજ નહિ તેમણે રાજીનામુ આપ્યાના એક વર્ષ પછી જ કેમ વીજ કેમ કપાયું તેવા સવાલ તેમને ઉઠાવ્યો છે.

    હાલ તો આવાસ યોજનામાં કપાયેલા લાઈટ કનેક્શન મામલે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઈ રહ્યાં છે. પરંતુ સવાલ અહી એ થાય છે કે પાંચ વર્ષથી લાઈટ બિલ બાકી હતું તો જીઈબીએ પાંચ વર્ષ સુધી કેમ કોઈ કાર્યવાહી ના કરી. અને ઔડાના અધિકારીઓ પણ કેમ આ મામલામાં ચુપકીદી સેવી રહ્યાં છે તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યાં છે.
    Published by:ankit patel
    First published:

    Tags: GEB, People, અમદાવાદ

    આગામી સમાચાર