Home /News /gujarat /દિલ્હીથી આગ્રા વચ્ચે દોડી દેશની પ્રથમ હાઇ સ્પીડ ટ્રેન 'ગતિમાન'

દિલ્હીથી આગ્રા વચ્ચે દોડી દેશની પ્રથમ હાઇ સ્પીડ ટ્રેન 'ગતિમાન'

#દેશની સૌથી ઝડપી ટ્રેન ગતિમાન એક્સપ્રેસ આજથી દોડતી થઇ છે. દેશની આ પ્રથમ સેમી હાઇસ્પીડ ટ્રેનને રેલવે મંત્રી સુરેશ પ્રભુએ હજરત નિજામુદ્દીન સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગતિમાન એક્સપ્રેસ દિલ્હીથી આગ્રા વચ્ચે દોડશે.

#દેશની સૌથી ઝડપી ટ્રેન ગતિમાન એક્સપ્રેસ આજથી દોડતી થઇ છે. દેશની આ પ્રથમ સેમી હાઇસ્પીડ ટ્રેનને રેલવે મંત્રી સુરેશ પ્રભુએ હજરત નિજામુદ્દીન સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગતિમાન એક્સપ્રેસ દિલ્હીથી આગ્રા વચ્ચે દોડશે.

  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #દેશની સૌથી ઝડપી ટ્રેન ગતિમાન એક્સપ્રેસ આજથી દોડતી થઇ છે. દેશની આ પ્રથમ સેમી હાઇસ્પીડ ટ્રેનને રેલવે મંત્રી સુરેશ પ્રભુએ હજરત નિજામુદ્દીન સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગતિમાન એક્સપ્રેસ દિલ્હીથી આગ્રા વચ્ચે દોડશે.

    આ અવસરે સુરેશ પ્રભુએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આનાથી આપણને જે પ્રતિભાવ મળશે એ દેશ અને રેલવેના વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ હશે.

    ગતિમાન એક્સપ્રેસ 160 કિલોમીટરની ઝડપે દોડશે. દિલ્હી આગરા વચ્ચેના 200 કિલોમીટરના અંતરને તે માત્ર 100 મિનિટમાં જ પૂર્ણ કરશે. ટ્રેનના ડબ્બાઓમાં હોટસ્પોટ ઉપકરણ પણ લગાવવામાં આવ્યા છે. જેનાથી મુસાફરો પોતાના સ્માર્ટફોન, ટેબલેટ કે લેપટોપ પર સીધા જ ટ્રેન સંબંધિત સુવિધાઓ નિશુલ્ક મેળવી શકશે.

    જો કોઇ મુસાફરને એપ ડાઉનલોડ કરવી હશે તો પણ એ નિશુલ્ક કરી શકશે. જોકે આ દરમિયાન ટૂંકા સમય માટે જાહેરાત બતાવવામાં આવશે. 12050 નિજામુદ્દીન આગરા નિજામુદ્દીન ગતિમાન એક્સપ્રેસ બંને છેડેથી સપ્તાહમાં છ દિવસ ચાલશે માત્ર શુક્રવારે નહીં ચાલે.
    First published:

    Tags: રેલવે મંત્રી, સુરેશ પ્રભુ