વિભુ પટેલ, અમદાવાદ: ગણપતિ બાપાની મુર્તિ ખાઇ શકાય તે વાત જાણીને તમને નવાઈ લાગશે. પરંતુ આ વાત સાચી છે. ગણપતિ બાપાની મૂર્તિનું તમે પૂજન કર્યા બાદ ખાઇ પણ શકશો અથવા તો નદીમાં પધરાવી પણ શકશો.
કારણ કે, અમદાવાદમાં રહેતા મોહિત અને મનાલી દ્વારા અનોખા ગણપતિ બાપાની મુર્તિ બનાવી છે. આ મૂર્તિ જોઇને લાગશે કે આ મૂર્તિ તો માટીની હશે.પરંતુ આ મૂર્તિ માટીની નહીં પણ સુગર અને ઓઈલમાંથી બનાવવામાં આવી છે.
આ મૂર્તિની પૂજા પણ કરવામાં આવે છે. મૂર્તિને 10 દિવસ રાખો તો પણ બગડતી નથી. સુગર અને ઓલઈમાંથી પ્રથમ વખત ગણપતિ બાપાની મુર્તિ બનાવી છે.અને ગણપતિબાપની મૂર્તિ બનાવવામાં પાંચ કલાક લાગ્યા હતા અને આ મૂર્તિ બનાવવામાં સફળતા પણ મળી.
‘વેનીલા ધ કેક શોપ’ બેકરીના માલિક મોહિત લોધાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ કે, આ મૂર્તિથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી અને આવતા વર્ષે ચૉકલેટના ગણપતિ બાપા બનાવીશું.
ચૉકલેટના ગણપતિ બાપાની મૂર્તિ બનાવ્યા બાદ તાપમાનનુ ખાસ ધ્યાન રાખવુ પડશે.પણ સુગરમાંથી બનાવેલી મૂર્તિમા ખાસ કોઈ ધ્યાન રાખવુ પડતુ નથી,”
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર