Home /News /gujarat /

અમદાવાદના રાજુભાઈએ મુંબઈની ગેંગ સાથે મળીને વેંચ્યા 300 બાળકો!

અમદાવાદના રાજુભાઈએ મુંબઈની ગેંગ સાથે મળીને વેંચ્યા 300 બાળકો!

પ્રતિકાત્મક તસવીર

    ન્યૂઝ 18 ગુજરાતી: મુંબઈ પોલીસે બાળકોની તસ્કરી અને વેપાર કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ બાળકોને અમેરિકામાં વેંચી દેતી હોવાની જાણકારી સામે આવી છે. ગુજરાતના ગરીબ પરિવારો પાસેથી ખરીદ કરવામાં આવતા આ બાળકોને બાદમાં વેંચી દેવામાં આવતા હતા. અત્યંત આંચકારૂપ બાબત તો એ છે કે બાળકોને વેંચી દેવાનું આ સમગ્ર રેકેટ અમદાવાદમાં રહેતા રાજુભાઈ ધમેલાવાળા દ્વારા ચલાવવામાં આવતું હતું.

    પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 300થી વધારે બાળકોને અમેરિકામાં વેચી દેવાયા છે. આ સમગ્ર કૌભાંડનો સૂત્રધાર અમદાવાદના રાજુભાઈએ આ રેકેટનો પ્રારંભ 2007માં કર્યો હતો. રાજુ મુંબઈની જે ગેંગ સાથે મળીને આ કામ કરતો હતો તેની પાસે અમેરિકામાં ગ્રાહકો હતા. આ ગેંગ રૂપિયા 45 લાખ લઈને એક બાળકનું વેંચાણ કરતા હતા. વેંચી દેવાયેલા બાળકોની કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઇ શકી નથી. કહેવાય છે કે આ તમામ બાળકો ગરીબ પરિવારના અને 11 થી 16 વર્ષની ઉંમરના હતા.

    પોલીસે ઉમેર્યું હતું કે, આ બાળકોના પરિવારજનો પાસે બાળકોની ઉછેરની ક્ષમતા ન હોવાથી તેમને આ બાળકો રાજુ મારફત મુંબઈની આ ગેંગને વેંચ્યા હતા. આ ગેંગના એક વ્યક્તિની માર્ચ મહિનામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

    માર્ચમાં આ ગેંગનો પર્દાફાશ થયા બાદ પોલીસે જયારે બે છોકરીઓને આ ગેંગની ચુંગાલમાંથી બચાવી ત્યારે આ સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી. પોલીસે તે સમયે આમિર ખાન (36), તાજુદ્દીન ખાન (48) અને રિઝવાન (39)ની ધરપકડ કરી હતી.

    આ ઉપરાંત પકડાયેલા આરોપીની માહિતીના આધારે 11 ઓગસ્ટ ના રોજ પોલીસે અમદાવાદમાંથી રાજુ ધમેલાવાલાની ધરપકડ કરી હતી. રાજુ હાલ 18 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં છે.

    આ રીતે ચલાવાતું હતું રેકેટ

    આ ગેંગના સભ્યો એવા લોકોને શોધતા હતા જે તેમના બાળકોના પાસપોર્ટ ભાડેથી આપવા માટે તૈયાર થઇ જતા હતા. જયારે કોઈ બાળક તેમને મળી જતું તો તેઓ તે બાળકનો મેક અપ કરી દેતા જેથી આ ખરીદેલા બાળકનો ચહેરો પાસપોર્ટમાં છપાયેલા બાળકની તસ્વીર જેવો જ લાગે। ત્યારબાદ, એક વ્યક્તિની સાથે આ બાળકને અમેરિકા મોકલી દેવાતું અને પાસપોર્ટને તેના મૂળ માલિકને પરત કરી દેવામાં આવતો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Child trafficking, અમદાવાદ, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन