દુંદાળા દેવ ગણપતિને વિદાય આપવામા આવી. દેશ સહિત રાજ્યભરમાં વિઘ્નહર્તાની રંગેચંગે વિદાય કરવામાં આવી. અગલે બરસ તુ જલદી આના. ના નાદ સાથે ભક્તોએ દુદાળા દેવને વિદાય આપવામાં આપી. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી અને ખેડામાં રંગેચંગે વિદાય કરવામાં આવી.
દેસવાસીઓએ દશ દિવસ સુધી ગણપતિબાપાની સેવા કર્યા બાદ આજે વિદાય કરી રહ્યા છે. આજે સવારથી જ મોટા પ્રામાણમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે..આજ સવારથી જ બાપ્પા મોરીયાનાં નાદ સાથે મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન કરવા પહોંચી રહ્યા છે. ગણેશજીને વિદાય આપ્યા બાદ આવતા વર્ષે વહેલા પરત ફરે તેવી પ્રાર્થનાઓ પણ કરી છે.
તો બીજી તરફ વિસર્જન સ્થળ પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગ્રેડ ટીમો અને પોલીસનો ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં 1 હજાર કરતા વધુ ગણેશ પંડાલોને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ત્યારે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં રાજકોટનાં આજીડેમ ઓવરફ્લો ખાણ 1 અને 2, જખરા પીર પાળગામ, જામનગર રોડ હનુમાનધારા અને વાગુદળ ગામ પાસે નદીમાં વિસર્જન સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. શહેરમાં ડીસીપીનાં માર્ગદર્શન હેઠળ ચાર એસીપી,એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિત 1041 પોલીસ જવાન, 1 એસઆરપી ટુકડી, 60 પીઆઇ, 50 થી વધારે પીએસઆઇને કાયદો અને વ્યવસ્થા સંભાળી છે. શહેરમાં અલગ અલગ પાંચ વિસર્જનના પોઇન્ટ પર 5 હજારથી વધારે નાની મોટી મૂર્તીઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ.
આજે સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ નો વીસર્જન કાર્યક્રમ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સિદ્ધિ વિનાયક મંદિર ખાતેના દુંદાળા દેવ ની મૂર્તિનો વિસર્જન કાર્યક્રમ યોજાયો યોજાયો હતો આ વિસર્જન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ભાદરવા સુદ - ૪થી ભાદરવા સુદ ચૌદશ સુધી દસ દિવસ ધામધૂમ પૂર્વક ઉજવાયેલા ગણપતિ મહોત્સવનો આજે વિસર્જન સાથે સમાપન યોજાયું અરવલ્લી જિલ્લામાં આજે તમામ તાલુકા અને ગ્રામ્ય સ્તરે યોજાયેલ ગણેશ મહોત્સવનો વિસર્જન કાર્યક્રમ યોજાયો.
જિલ્લાના મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરે યોજાયેલ ગણપતિ મહોત્સવ તેમજ રામપાર્ક કા રાજા સાઈ ગણેશ મહોત્સવ સહિતના 20 થી વધુ પંડાલોમાંથી ગણેશજીની મૂર્તિ શોભાયાત્રા કાઢવામાં આવી અબાલ વૃદ્ધ સૌ કોઈ શોભાયાત્રા માં જોડાયા અને ભગવાન ગણેશજીને આવતા વર્ષે વહેલા પધારશોના ભાવ સાથે ભક્તો નાચી જુમ્યા હતા મોડાસા નગરપાલિક દ્વારા ઓધારી તળાવ આગળ બનાવેલ કુંડમાં મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લા સહિત નડિયાદમાં પણ હર્ષોલ્લાસ સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું. 1500થી વધારે ગણેશ મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું છે. નડિયાદની મોટી કેનાલમાં દર વર્ષે કરવામા આવે છે વિસર્જન.
અમદાવાદમાં પણ અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે ૩૨ કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. સાબરમતી નદીના પૂર્વ વિસ્તારમાં ૨૬, પશ્ચિમમાં ૬ કુંડ બનાવાયા છે. સાબરતમી રિવરફ્રન્ટ ફરતે ૮ મહાકાય કુંડો બનાવાયા છે. AMCના 160થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ગણેશ વિસર્જનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિસર્જનને લઇને શહેરમાં ૧૦ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર