ન્યૂઝ 18 ગુજરાતી : ગાંધીનગરનાં દંતાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારા સિરિયલ કિલિંગના કેસમાં આઠ મહિના થયા છતાં હજી આરોપી પકડથી દૂર છે. ત્યારે આ કેસની તપાસ DGPએ CID ક્રાઈમને સોંપી દીધી છે. સિરિયલ કિલરને પકડવા માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની આગેવાનીમાં 8 લોકોની SIT બનાવાઈ હતી. જેને 8 મહિનાનો સમય વીતવા છતાંપણ કંઇ હાથમાં આવ્યું નથી. જેથી DGPએ CID ક્રાઈમને તપાસ સોંપી જલ્દીથી જલ્દી કેસ ઉકેલવા જણાવ્યું છે. મહત્વનું છે કે CIDના વડા આશિષ ભાટિયા, એડિજીપી અજય તોમર , એસપી વીરેન્દ્રસિંહ યાદવ, રાજેશ ગઢિયા અને પીઆઈ જે.ડી પુરોહિત સહિતની ટીમો કેસની તપાસ કરશે.
ઇનામની પણ કરી હતી જાહેરાત
ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનારા સિરિયલ કિલરે ફફડાટ ફેલાવ્યો છે. પોલીસે હત્યા સ્થળ સહિતના અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરતા હત્યારો રાની વ્યંડળ હોવાની શંકા મજબુત બની હતી. પોલીસે આરોપીની તસવીર અને સ્કેચ તૈયાર કરીને એક પત્રિકાઓ પણ બહાર પાડી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે 'ગાંધીનગર હત્યાનાં શકમંદ. ગુજરાત પોલીસને જાણ કરવા માટે 7621002311 પર સંપર્ક કરો. જાણ કરનારને યોગ્ય ઇનામ મળશે.' ઉપરાંત સિરિયલ કિલરને પકડવા બે લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
જાણો શું હતો આખો મામલો
નોંધનીય છે કે ઓક્ટોબરથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી હતી. જેમાં વિવિધ દરજ્જાના અધિકારીઓ અને એજન્સીઓને સામેલ છે. દિવસો સુધી અજાણ્યા હત્યાને શોધવા માટે પોલીસે સંખ્યાબંધ સ્થળના CCTV ફુટેજ મેળવ્યા હતા. પણ કોઈ ચોક્કસ કડી મળી નહોતી. પરંતુ મોડે મોડે તમામ હત્યા સ્થળ પાસે લોંગ કોટ અને ટોપી પહેરેલી વ્યક્તિ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત આ વ્યકિતના CCTV ફૂટેજ પણ મળ્યા હતા. પોલીસ દ્વારા આ ફૂટેજ અને તેના આધારે તૈયાર કરાયેલા ફોટોગ્રાફ અને સ્કેચને અનેક લોકોને બતાડી તેની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં તેની ઓળખ કિન્નર રાની તરીકે થઇ હતી.
14મી ઓક્ટોમ્બરથી શરૂ થયેલ આ હત્યાના સીલસીલામાં કોઇ સીરીયલ કિલર હોવાનું પોલીસ માની રહી છે. જો ત્રણેય બનાવ પર નજર કરીએ તો...