Home /News /gujarat /

720 કરોડનો પ્રોજેક્ટઃઅમદાવાદનો SG હાઈવે રાજ્યનો પ્રથમ સુપરફાસ્ટ સિક્સ ફ્રી વે બનશે

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરને જોડતાં સરખેજ-ગાંધીનગર હાઇવેને સીક્સલેન ( છ માર્ગીય) કરાશે. આ જ હાઇવે પર ટ્રાફિકને હળવો કરવા માટે કુલ 6 ફ્લાયઓવરને કેન્દ્રસરકારની મંજૂરી મળી છે. રૂપિયા 720 કરોડના સમગ્ર પ્રોજેક્ટ કેન્દ્રસરકારના ખર્ચે જ સંપન્ન થશે અને ગુજરાતસરકારે કરેલી કેન્દ્રમાં રજૂઆતના પગલે ટોલટેક્સ લેવામાંથી પણ મુક્તિ આપવાનો નિર્ણય કેન્દ્રએ કર્યો છે. જેનો સીધો લાભ નાગરીકોને મળશે.અમદાવાદનો SG હાઈવે રાજ્યનો પ્રથમ સુપરફાસ્ટ ફ્રી વે બનશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

ગુજરાતમાં સરખેજ-ગાંધીનગર-ચિલોડાના 43 કિલોમીટર લાંબા હાઇવે પૈકી બાકી રહેલાં 19 કિલોમીટરના હાઇ-વેને છ માર્ગીય કરવા કેન્દ્રસરકારે મંજૂરી આપી છે. રુપિયા 720 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ કેન્દ્રસરકારના ખર્ચે જ હાથ ધરવામાં આવશે. જેમાં ઉજાલા જંકશન થી શરૂ કરીને પાટનગર ગાંધીનગર સુધીના વિવિધ છ સ્થળો ઉપર ફ્લાયઓવરબ્રિજનું પણ આયોજન  કરવામાં આવ્યું છે. જેના પગલે હાલમાં દૈનિક એકલાખ વાહનોના ટ્રાફિકની અવર-જવરની સમસ્યા પણ નિવારી શકાશે.

માર્ગ મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ અંગેની ટેન્ડરીંગ સહિતની વહીવટી પ્રક્રિયા શક્ય તેમ ઝડપથી પૂર્ણ કરી પ્રોજેક્ટ શક્ય તેટલો વહેલો પૂર્ણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે આ માર્ગ ઉપર અગાઉ કેન્દ્રના નિયમ મુજબ ટોલટેક્સ વસૂલ લેવાનો થતો હતો. જો કે સાણંદ થી ગાંધીનગર સુધી ઔદ્યોગિક થી શરૂ કરી ગાંધીનગર મહાત્મામંદિર સુધી ટ્રાફિકની અવર-જવર મોટાપ્રમાણમાં રહેતી હોવાથી ટોલમુક્તિ આપવા રાજ્ય સરકાર વતી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને કેબિનેટ પ્રધાન નીતિન પટેલે કરેલી રજૂઆતના પગલે આ માર્ગ ઉપર ટોલમુક્તિ આપવાનો નિર્ણય કેન્દ્રએ લીધો છે.

કયા ફ્લાયઓવર કેટલાં ખર્ચે બનશે

-ઉજાલા જંકશન ફ્લાયઓવર – રૂ.50 કરોડ
-પકવાન જંકશન ફ્લાયઓવર- રૂ.50 કરોડ
-વૈષ્ણોદેવી જંકશન ફ્લાયઓવર- રૂ.80 કરોડ
-ગાંધીનગર-ઘ-0 થી ચ-0-ફ્લાયઓવર-100 કરોડ
-સરગાસણ ફ્લાયઓવર- 50 કરોડ
-સાણંદજંકશન-ફ્લાયઓવર અને છ માર્ગીય રસ્તા-148 કરોડ
-19 કિ.મી.ના બાકી રહેલાં છમાર્ગીય રસ્તાનો ખર્ચ- 242 કરોડ

- પ્રતિકાત્મક તસવીર છે.
First published:

Tags: અમદાવાદ, કેન્દ્ર સરકાર, ગાંધીનગર`, હાઇવે

આગામી સમાચાર