જનક દવે, માણસા : પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ગઇકાલે રાતે વિદાય લીધી છે. આજે સાંજે ચાર કલાકે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે તેમની વિદાયથી રાજકારણીઓને જ નહીં પરંતુ સામાન્ય માણસોને પણ ઘણું જ દુખ થયું છે. તેઓને એક જ ટ્વિટ કરીને અનેક લોકોનાં પ્રશ્નો હલ થયા છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસાનાં પંડિત હરિપ્રસાદ અને તેમના પત્ની સંતોષબેનને પણ આજે તેમને યાદ કરીને પોતાની વાતો વાગોળે છે. આ લોકોનાં દીકરા સ્પેનમાં રહે છે જે માટે તેમને પણ ત્યાં મેડિકલ ઇમરજન્સી માટે જવું હતું. પરંતુ તેમની પાસેથી આ માટે હજારો રુપિયા માંગવામાં આવ્યાં. પરંતુ તેમની એક ટ્વિટે જ સુષમા સ્વરાજની મદદ તેમને મળી ગઇ.
હરિપ્રસાદ પંડિતે પોતાની વાત વાગોળતા જણાવ્યું કે, 'પત્ની સંતોષબેનને મેડિકસ ઇમરજન્સી હતી. તેમનો દીકરો સ્પેન રહે છે તેથી ત્યાં સારવાર માટે જવાનું હતું. સંતોષબેનનાં પાસપોર્ટમાં થોડી ખામી હતી તેને સુધારવા માટે તેમને અમદાવાદનાં ધક્કા ખાવા પડતા હતા. તેમની પાસેથી 35 હજાર રુપિયા માંગવામાં આવ્યાં હતાં. જેથી તેમણે સુષમા સ્વરાજને ટ્વિટ કરી હતી કે જો મને 10 દિવસમાં પાસપોર્ટ નહીં મળે તો હું અમદાવાદ પાસપોર્ટ ઓફિસની બહાર આત્મદાહ કરીશ.'
હરિપ્રસાદ પંડિતે જણાવ્યું કે, 'આઠ મહિના સુધી અમારે પાસપોર્ટ માટે ધક્કા ખાવા પડ્યાં હતાં. અમે સુષમા સ્વરાજની મદદ માંગતા અમારૂં કામ 8 જ દિવસમાં પતી ગયું હતું. સુષ્માજીના નિધનથી ભારતને કદી ન પૂરાનારી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.'
તેમના પત્ની સંતોષબેને કહ્યું કે, 'અમે ત્યારે તો સ્પેન જઇ શક્યા ન હતાં કારણ કે અમારો સમય પુરો થયો હતો. અમે અહીં જ થોડી સારવાર લઇ લીધી હતી. પરંતુ હવે અમે સારવાર માટે જઇશું. અમે તેમના આભારી છે.'