હાર્દિક પટેલ Twitter પર ભૂલ કરી બેઠા, લોકોએ લીધી ખૂબ મજા, હવે થઈ રહ્યો Troll

હાર્દિક પટેલ Twitter પર ભૂલ કરી બેઠા, લોકોએ લીધી ખૂબ મજા, હવે થઈ રહ્યો Troll
હાર્દિક પટેલ (ફાઈલ ફોટો)

જેવું હાર્દિકે ટ્વીટ કર્યું તુરંત લોકોએ તેના પર મજા લેવાનું શરૂ કરી દીધુ. કેટલાક લોકોએ તો સ્ક્રિન શોર્ટ લઈ તેને વાયરલ કરી દીધુ.

 • Share this:
  અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. હાર્દિક પટેલના આ ટ્વીટ પર યૂઝર્સ ખૂબ મજા લઈ રહ્યા છે. રવિવારે હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા એક ભૂલ કરી બેઠો. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પોતાના ટ્વીટ દ્વારા બંને નેતાઓનો આભાર વ્યક્ત કરતા લખી દીધુ કે, કોંગ્રેસ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1/3 બહુમત સાથે સત્તામાં પાછી ફરશે, જ્યારે સરકાર બનાવવા માટે 2/3 બહુમતની જરૂર હોય છે. જોકે, બાદમાં તેણે તે ટ્વીટ ડિલીટ કરી દીધુ હતું.

  ટ્વીટ કરી ટ્રોલ થયો હાર્દિક  રવિવારે 2.28 મિનિટ પર હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું. 'આદરણીય અધ્યક્ષા સોનિયા ગાંધી જી અને રાહુલ ગાંધી જીનો આભાર વ્યક્ત કરૂ છુ. લોકતંત્ર અને સંવિધાન બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી લડતી રહેશે. ગુજરાતના વિબિન્ન મુદ્દાને મહત્વ આપવામાં આવશે અને 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1/3 બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.'  જ્યારે હાર્દિકને પોતાની ભૂલ ખબર પડી તો તેણે ટ્વીટ ડિલીટ કરી ફરી 2.37 મિનીટે એક ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં આજ વાત હતી, પરંતુ 1/3ને બદલે 2/3 લખી દીધુ. જોકે, જેવું હાર્દિકે ટ્વીટ કર્યું તુરંત લોકોએ તેના પર મજા લેવાનું શરૂ કરી દીધુ. કેટલાક લોકોએ તો સ્ક્રિન શોર્ટ લઈ તેને વાયરલ કરી દીધુ. સોશિયલ સાઈટ્સ પર હાર્દિકના જુના રેકોર્ડ્સને લઈ રાજસ્થાન કોંગ્રેસમાં મચેલી ધમાસણ પર યૂઝર્સ હાર્દિકને પ્રશ્ન પૂછવા લાગ્યા.

  તમને જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક બનાવવામાં આવ્યા છે. પાર્ટીની અંતરીમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસ કમિટીના વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે હાર્દિક પટેલના નામના પ્રસ્તાવ પર મોહર લગાવી હતી.  શનિવારે પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાર્દિક પટેલને તત્કાલ પ્રભાવથી નિયુક્તિને સ્વીકૃતિ આપી છે. હાર્દિક પટેલે ગુજરાતમાં કેટલાક વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનનો મોટો ચહેરો બનીને આગળ આવ્યો હતો, અને 2019 લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં સામેલ થઈ ગયો હતો. લોકસભા ચૂંટણીમાં પણ હાર્દિક પટેલે કોંગ્રેસ માટે રેલીઓ કરી હતી.

  ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે હવે કોંગ્રેસે હાર્દિક પટેલ પર નવો દાવ રમ્યો છે. કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત થયા બાદ હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં સારૂ કામ કરીશુ. ગુજરાતની જનતા માટે કામ કરશે. અમે સમાજના દરેક વર્ગ માટે કામ કરીશુ. વર્ષ 2022માં અમે ગુજરાતમાં બે તૃતિયાંસ સીટો સાથે સરકાર બનાવીશું.
  Published by:kiran mehta
  First published:July 12, 2020, 19:50 pm

  ટૉપ ન્યૂઝ