કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને રોડ રસ્તા બનાવવા માટે 846 કરોડની સહાય કરશે. આની જાણકારી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે આપી છે.
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે ગુજરાતની ત્રણ દરખાસ્ત મંજૂર કરી છે. જેમાં ચિલોડાથી સરખેજ હાઇવે સુધી 44.5 કિલોમીટરના રસ્તાને સિક્સ લેન કરવાના 846 કરોડની સહાય કરશે. એ પૈકી કેન્દ્ર સરકાર 423 કરોડની સહાય અત્યારે કરશે જ્યારે બાકીના દર વર્ષે માર્ગ ફન્ડમાંથી દર વર્ષે કરશે.
મહત્વની વાત એ છે કે, અમદાવાદના એસજી હાઈવે પર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે. પકવાન વૈષ્ણો દેવી ઇન્ફોસિટી સહિત 6 સ્થાનો પર સિક્સ લેન બ્રિજ બનશે, ખોરજ અને સોલા રેલવે ઓવર બ્રિજ સિક્સ લેન બનશે, સોલભાગવત પાસે એલિવેટેડ કોરિડોર બનાવવા માં આવશે.
આ તમામ કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવસે. આમ તો કેન્દ્ર સરકાર દ્વારા સિક્સ લેન આવે છે ત્યાં ટોલ ટેક્ષ લેવામાં આવે છે. પરંતુ અમદાવાદ ગાંધીનગર ટ્વીન સીટી હોવાના કારણે અહીં ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સીઆરએફમાંથી દર વર્ષે ગુજરાતને 400થી 500 કરોડની સહાય આપવામાં આવે છે. આ મુદ્દે નીતિનભાઈ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષમાં તમામ કામ પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ફંડની મદદથી રાજ્યમાં 37 રોડ અને 1 રેલ્વે અંડર બ્રિજનું નિર્માણ પણ કરવામાં આવશે.
ક્યાં બનશે રોડ અને બ્રિજ
કેન્દ્ર સરકારે ગુજરાતની ત્રણ દરખાસ્તો મંજુર કરી
ચિલોડા થી સરખેજ 44.5 કિ.મી રસ્તાને સિક્સ લેન કરાશે
સાણંદ થી ચિલોડા સુધીમાં 7 ઓવરબ્રિજ બનશે
સિક્સ લેન રોડ માટે 846 કરોડની સહાય
જેમાં કેન્દ્ર સરકાર 423 કરોડની સહાય આપશે
પકવાન,વૈષ્ણોદેવી,ઇન્ફોસિટી સહિત 6 સ્થાનો પર સિક્સ લેન બ્રિજ બનશે
ખોરજ અને સોલા રેલવે ઓવર બ્રિજ સિક્સ લેન બનશે
સોલભાગવત પાસે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા તમામ કામગીરી કરશે..
કેન્દ્ર સરકાર દ્વારા સિક્સ લેન માટે ટોલ ટેક્સ વસૂલાય છે.
અમદાવાદ ગાંધીનગર ટ્વિંન સીટી હોવાથી ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાય છે
CRF માંથી દરવર્ષે 400 થી 500 કરોડની સહાય ગુજરાતને અપાય છે
2વર્ષ માં કામ પૂર્ણ કરાશે..
નર્મદા નદી પર બનશે નવો બ્રિજ
ગુરૂડેશ્વર પાસે બનશે 51.73 કરોડના ખર્ચે બ્રીજ
ઇપીસી પદ્ધતિથી બનશે બ્રિજ
651.મીટર લાંબો બ્રિજ બનશે
સ્ટેટ હાઇવેના 478 કરોડ રૂપિયા ના ખર્ચે રસ્તાઓ તૈયાર થશે..