અમદાવાદમાં અમિત શાહના બે રોડ શો, કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો

News18 Gujarati
Updated: April 6, 2019, 11:17 PM IST
અમદાવાદમાં અમિત શાહના બે રોડ શો, કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો
અમિત શાહ સાબરમતી વિધાનસભામાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે

અમિત શાહ સાબરમતી વિધાનસભામાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે

  • Share this:
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સવારે 10 કલાકે અમદાવાદના વેજલપુરથી રોડ શો દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો, ત્યારબાદ રાણીપથી બીજા તબક્કાનો રોડ શો યોજ્યો હતો. ગાંધીનગર બેઠક પરથી ભાજપે શાહને લોકસભા ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ત્યારે અમિત શાહે ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજે સવારે દસ વાગ્યાથી અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલા વણઝર ગામેથી રોડ શો શરૂ કર્યો. ભાજપના સ્થાના દિન નિમિત્તે કેસરિયા સાફો બાંધી શાહે વેજલપુર વિધાનસભા મત વિસ્તારથી રોડ શો દ્વારા પહેલા તબક્કાનું શક્તિ પ્રદર્શન કર્યું. આ રોડ શો વેજલપુર, સરખેજ, મકરબા, આનંદનગર, જીવરાજપાર્ક જેવા વિસ્તારોમાં ફરી વસ્ત્રાપુર ખાતે પૂર્ણ થયો હતો.

ત્યારબાદ સાજે સાડા પાંચ વાગ્યે રાણીપથી બીજા તબક્કાનો રોડ શો શરૂ કર્યો હતો, જે ચાંદલોડિયા, ઉમિયા હોલ, વંદેમાતરમ રોડ, દુર્ગા સ્કૂલ, સરદાર ચોક સહિતના વિસ્તારોમાં ફર્યો પરંતુ આચારસંહિતાને ધ્યાનમાં રાખી ડી કેબીન વલ્લભપાર્ક સુધી પહોંચતા રાત્રીના 10 વાગી જતા રોડ શો અધુરો રાખવો પડ્યો હતો.

તમેન જણાવી દઈએ કે, આજે બીજેપીનો સ્થાપના દિવસ પણ છે. જેથી ભાજપ આજના દિવસને જનસંપર્ક દિવસ તરીકે પણ ઉજવશે. આજે ભાજપનાં બે દિગ્ગજ નેતાઓ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતનાં પ્રવાસે છે. આજે અમિત શાહ સવારથી જ વેજલપુર વિધાનસભામાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. જ્યારે સાજે અમિત શાહે સાબરમતી વિધાનસભામાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહે આજે સવારે સાડા 9 વાગ્યાથી વેજલપુર વિધાનસભાની વણઝાર સરખેજ ગામથી જનસંપર્ક શરૂ કર્યો હતો. બળિયાદેપ જોધપુર ચાર રસ્તા, શહિદચોકથી હવેલી સુધીનો આ રોડ શો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ જોડાયા હતાં. મહિલા કાર્યકરો ગરબા રમીને ઉત્સાહ વ્યક્ત કરીને તેમનું સ્વાગત કર્યું હતું. રોડ શોમાં 'મોદી છે તો મુમકીન છે'નાં નારા પણ લાગ્યા હતાં.

કાર્યક્રતાઓ ભારત માતા કી જય અને ભાજપનાં ઝંડા લઇને રોડ શોમાં પહોંચ્યા હતાં. અમિત શાહનું વિવિધ સંસ્થાઓએ સ્વાગત કર્યું હતું.

માહિતી એવી પણ મળી છે કે આ રોડ શો શરૂ થતા પહેલા જ એક બાળકીને ગરમીનાં કારણે ચક્કર આવી ગયા હતાં. પછી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રોડ શોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં.અમિત શાહના રોડ શોને ધ્યાનમાં રાખીને રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રૂટ પર રાખવામાં આવ્યો છે. એસઓજી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ હાજર રહી.

અમિત શાહ  હવે 15, 19 અન 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સભાઓ ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. 10 એપ્રિલે જૂનાગઢ અને પોરબંદર એમ બે બેઠકો માટે સવારે જૂનાગઢમાં ભાજપની પ્રચાર સભાને સંબોધશે. જ્યારે બારડોલી અને નવસારી બેઠકોને સાંકળી લેતી સોનગઢની સભાને પણ સંબોધશે
First published: April 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading