ગાંધીનગર# રાજ્યમાં સરકારી અધિકારીઓને લાંચ મામલે ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ગાંધીનગર ખાતે વર્ગ 2ના સ્ટેમ્પ નોંધણી મદદનીશ અધિકારી પી.એસ.રાઠોડ રૂ.1500ની લાંચ લેતા ઝડપાયા હતા.
એસીબીએ છેલ્લા 1 વર્ષથી મળી રહેલી ફરિયાદોના આધારે આજે છટકું ગોઠવીને મદદનીશ અધિકારી અને તેમના ક્લાર્ક હિતેશ ચૌધરીને લાંચ લેતા રંગહાથે ઝડપી લીધા હતા.
આ બન્ને આરોપીઓ ફરિયાદીઓ પાસેથી લગ્ન નોંધણી સર્ટીફીકેટ પર સિક્કા મારવા માટે રૂ. 500થી 5000 સુધીની લાંચ લેતા હતા. રોજના 30થી 40 લોકો પાસે લાંચ લેતા હોવાની વિગતો બહાર આવી છે. મદદનીશ અધિકારી પી.એસ.રાઠોડ આ પહેલા પણ 1999માં લાંચ કેસમાં એસીબીના હાથે ચડી ચૂક્યા છે.