સંજય જોષી, અમદાવાદઃ હાર્દિક પટેલને ચૂંટણી લડવા મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂઆત કરી છે. આ મામલે બંને પક્ષો તરફથી ધારદાર દલીલો થઇ હતી. રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી રજૂઆતમાં કહેવામાં આવ્યું કે હાર્દિક પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તે દર વખતે ભડકાઉ ભાષમ આપે છે જેથી તેને ચૂંટણી લડવાની પરવાનગી ન મળવી જોઇએ.
હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડવા માટે મંજૂરી મેળવવાના મામલે હાઇકોર્ટમાં જસ્ટિસ એ જી ઉરેજીની કોર્ટમાં સુનાવણી પ્રક્રિયા ચાલી રહી છે. જે દરમિયાન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી દલીલોમાં કહેવામાં આવ્યું કે હાર્દિક સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયેલા છે. તેનો ગુનાહિત ઇતિહાસ છે. સાથે જ દર વખતે હાર્દિક ભડકાઉ ભાષણ કરે છે.
આ પહેલા રાજ્ય સરકારે કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું જેમાં જણાવાયું કે અમદાવાદમાં તોફાન અંગેના કેસમાં હાર્દિક પટેલના કેટલાક ફોટોગ્રાફ્ટ તે દિવસે બનાવ સ્થળે તેની હાજરી સ્પષ્ટ બતાવે છે. આરોપી સામે ગંભીર ગુના છે. આરોપીને કેસની ટ્રાયલ સમયે હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે નહોતી આપવી જોઇતી હતી. જો કે આ સોગંધનામા સામે હાર્દિક પટેલના વકીલે વાંધો ઉઠાવ્યો અને ધારદાર દલીલો કરી હતી.
તો રાજ્ય સરકારની રજૂઆત સામે હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં દલીલો કરી કે વિસનગરના કેસમાં હાર્દિક દોષિત થયો, બાકી તેના ગુનાને સાબિત કરતાં કોઇ વીટનેસ કે પૂરાવા મળ્યા નથી. ત્યારે હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને વધુ સુનાવણી આવતીકાલ સુધી મુલતવી રાખી હતી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર