Home /News /gujarat /

'ગુજરાતમાં પોલીસ ભરતીની મોકડ્રીલ યોજાઈ': LRD પેપર લીક અંગે સોશિયલ મીડિયા ઉપર ઉડી મજાક

'ગુજરાતમાં પોલીસ ભરતીની મોકડ્રીલ યોજાઈ': LRD પેપર લીક અંગે સોશિયલ મીડિયા ઉપર ઉડી મજાક

પરીક્ષા રદ થવાની સાથે જ કોંગ્રેસે તો ભાજપ સરકાર ઉપર આકરાં પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું. તો સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ યુઝર્સે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

પરીક્ષા રદ થવાની સાથે જ કોંગ્રેસે તો ભાજપ સરકાર ઉપર આકરાં પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું. તો સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ યુઝર્સે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

  પોલીસ બનવાના સપના જોતા ઉમેદવારોના સપના ઉપર રવિવારે પાણી ફરી વળ્યું હતું. જ્યારે લોક રક્ષક પરીક્ષાનું પેપર ફૂટી જતાં સમગ્ર પરીક્ષાને રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થવાની સાથે જ કોંગ્રેસે તો ભાજપ સરકાર ઉપર આકરાં પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું. તો સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ યુઝર્સે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જ્યારે પણ કોઇ મોટી ઘટના બને છે ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ આ પોતાનો રોષ ઠાલવતા હશે. સામાન્ય રીતે કોઇ એક યુઝર્સ કોઇ ઘટના અંગે પોતાના વિચારો સોશિયલ મીડિયા ઉપર વહેતા કરે છે ત્યારે એક પછી એક યુઝર્સ એ વિચારો સાથે ચર્ચામાં આવી જાય છે. આવી જ રીતે લોક રક્ષક પેપર લીક મુદ્દે પણ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા ચાલી હતી. આવી એક ચર્ચાના અંતે ઉમેદવારે જે શબ્દોનો પ્રયોગ કર્યો તે રાજકારણીઓ અને પોલીસ વિભાગ માટે ખરેખર શરમજનક બાબત છે.

  લોકરક્ષકની પરીક્ષા રદ થવાની જાહેરાત થઇ તે પછી પ્રારંભમાં એવી પોસ્ટ વાયરલ થઇ હતી કે 'પોલીસની કંકોત્રી છપાઈ ગયેલી, જાન મંડપમાં પહોંચી ગયેલી અને ગોર બાપાએ કન્યા પધારાવો કીધું ત્યાર બાદ ખબર પડી કે કન્યા તો અડધી કલાક પહેલાં જ ભાગી ગઈ છે'. આ પોસ્ટની પ્રતિક્રિયારૂપે અન્ય એક પોસ્ટ એવી પણ કરવામાં આવી હતી કે 'કન્યા ભાગી નથી ગઇ એને ભગાડવામાં આવી છે. કન્યાના બાપ રાજકારણીઓ અને પોલિસવાળાઓ છે અને આ લોકોને જો પૈસા મલતા હોય તો દીકરીના દલાલ બનવામાં પણ વાંધો નથી. ' આમ ઉમેદવારોએ સોશિયલ મીડિયા થકી પોતી હૈયા વરાળ કાઢી હતી.

  આ પણ વાંચોઃ-જાણો કોણ છે લોક રક્ષક પેપર લીકનાં મુખ્ય આરોપીઓ

  સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મેસેજ 

  'એકાદ ભરતી પ્લમ્બરની પણ થવી જોઈએ- ખબર તો પડે વારંવાર લીક ક્યાંથી થાય છે.'
  'નવસારીમાં જે પરીક્ષા આપવા ગયા હોય તે મગજ ઠંડું કરવા સીધા દમણ ઉપડી જાવ'
  'લોક રક્ષકની ભરતી પહેલાં પેપર રક્ષકની ભરતી કરવામાં આવે. – લોક લાગણી'
  'એક વર્ષમાં સૌથી વધુ મગફળી સળગાવ્યા પછી એક વર્ષમાં સૌથી વધુ પેપર ફોડવાનો રેકોર્ડ બનાવતી ભાજપ સરકાર'
  'પેપર કાચનું હતું એટલે ફૂટી ગયું- મોદીજી હવે સ્ટીલનું પેપર લાવશે જેથી ફૂટે નહિ.- એક ભક્ત'
  'વાહન ધીમે ચલાવજો.. ૯ લાખ ખિજાયેલા કોન્સ્ટેબલો રિટર્ન આવી રહ્યા છે..'
  'લીલા તોરણે જાન પાછી.. હવે ૨૦૧૯માં ભાજપ ઘરભેગીનો દાવો લેવાનો બાકી..'
  'તારીખમાં જ લોચો છે. ૨-૧૨. દો-બારા. દયો હવે પરીક્ષા દો બારા'
  'જેની સરકાર ફૂટેલી હોય ત્યાં પેપર જ ફૂટવાના.'
  'વહુ વગરની જાન પાછી હેડી- લોક રક્ષક ભરતી'
  'ગુજરાતમાં પોલીસ ભરતીની મોકડ્રીલ યોજાઈ'
  'સ્ટ્રોંગરૂમ, સિક્યોરિટી, અધિકારીઓ હોવા છતાં પણ પરીક્ષાના પેપર લીક થઈ જાય છે, કારણ કે ચોકીદાર ચોર છે.'
  ગુજરાતનું વ્યાપમ કૌભાંડ એટલે પેપર ફૂટવાનો ક્રમ
  પાલનપુરના ઉમેદવારો આબુ ભણી રવાના અને અમરેલીના દીવ તરફ
  પાર્થને કહો રોકી લે બાણ પરીક્ષાની છે હજુ એક મહિનાની વાર
  ૯ લાખ પોલીસે પોલીસ બનતા પહેલા જ ચોરી પકડી પાડી
  લો..બોલો ભાઈ પેપર ત્રણ વાગે હતુ અને જવાબો ૧ વાગે આવી ગયા..વિકાસ ગાંડો થયો છે
  બોવ ઉતાવળ હોયને આન્સર કીની લ્યો આ વખતે પરીક્ષા પહેલા જ આન્સર કી આપી દીધી
  વિશ્વમાં સૌથી વધુ પરીક્ષાના પેપર ક્યાં ફૂટે છે ? A. ગુજરાત B. ગુજરાત C. ગુજરાત
  Published by:ankit patel
  First published:

  Tags: LRD paper leak, Social media, ગુજરાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन