Home /News /gujarat /

શ્રાવણમાસમાં ફળોના ભાવમાં ભડકો, 10થી 20 ટકાનો વધારો

શ્રાવણમાસમાં ફળોના ભાવમાં ભડકો, 10થી 20 ટકાનો વધારો

પ્રતિકાત્મક તસવીર

સફરજન પહેલા રિટલમા 200 રૂપિયાનો કિલો મળતા હતા. તે આજે 250થી 300 રૂપિયે કિલો હોલસેલમાં મળે છે.

    વિભુ પટેલ, અમદાવાદ: ફ્રુટની આવક પર ભાવ નક્કી થતા હોય છે. જો આવક ઓછી અને માંગ વધારે હોય તો કોઈ પણ સિઝનમા ભાવ વધી જાય છે. અત્યારે શ્રાવણમાસ ચાલી રહ્યો છે. જેના કારણે ફ્રુટની માંગ વધારે છે. અને જે ફ્રુટની આવક ઓછી તેના ભાવમાં વધારો થયો છે. સૌથી મોઘા સફરજન મળી રહ્યા છે. કારણ કે સફરજન કાશ્મિર અને હિમચલ બે જગ્યા પરથી જ આવે છે. અને ઈમ્પોટેટ સફરજન આવતા તેની આવક પણ ઘટી છે. જેના કારણે ઈમ્પોટેટ સફરજન પહેલા રિટલમા 200 રૂપિયાનો કિલો મળતા હતા. તે આજે 250થી 300 રૂપિયે કિલો હોલસેલમાં મળે છે. જેના કારણે સફરજનમા ભાવ વધારો છે. તો હિમચલમાંથી આવતા સફરજનની આવક વધારે છે. જેના કારણે હિમચલના સફરજન રિટલ માર્કેટમાં 120 થી 130 રૂપિયાના કિલો મળે છે. પરંતુ કાશ્મિરમાં કરફ્યુના કારણે સફરજનની આવક ઓછી છે.

    ફ્રુટ માર્કેટના પ્રમુખ લછમણદાસ રોહરાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે શ્રાવણ માસના કારણે ભાવ વધે ઘટે એવુ નથી. પરંતુ સપ્લાય કેટલી છે તેના પર નક્કી થાય છે. બબુગોચાનો સપ્લાય વધુ છે. અને સફરજનની આવક ઓછી છે. જેના કારણે સફરજનના ભાવ વધારે છે. કાશ્મિરમાં આતંકવાદ ખુબ જ છે. કાશ્મિરમા કઈ પણ કરે છે તો સફરજનને મુકતી આપે છે. સફરજન એ કાશ્મિરીઓની જીવાદોરી છે. અને સફરજન બહાર જાય તો તેનુ ગુજરાન ચાલે છે.

    જો સફરજનની કાશ્મિર બહાર જવા દેવા માટે રોકે તો કાશ્મિરીઓ માટે મુશ્કેલી સર્જાશે. તો રિટલ માર્કેટના વેપારી હરેશભાઈએ જણાવ્યુ હતુ કે માંગ સારી છે. પહેલા કરતા અત્યારે 10થી 20 ટકાનો ભાવ વધારો છે. જેના કારણે હિમાચલના સફરજન 120થી 140 રૂ. કિલો મળે છે.જ્યારે ઈમ્પોટેટ સફરજન 200 રૂ. કિલો,ચીકુ 100 રૂ. કિલો બબુગોચા 100 રૂ. કિલો છે.

    પરંતુ જે ફ્રુટની આવક વધારે તેના ભાવ નીચા હોય છે. અને જેની આવક ઓછી તેના ભાવમાં વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે કાશ્મિર અને હિમચલમાં વિપુલ પ્રમાણમા સફરજનની ખેતી થાય છે. અને કાશ્મિર અને હિમચલમાંથી સફરજનની સપ્લાય દેશભરમાં કરવામાં આવે છે. સફરજનની ખેતીના કારણે કાશ્મિરમા અરબો રૂપિયાનુ ટન ઓવર થાય છે.

    પરંતુ અત્યારે કાશ્મિરની પરિસ્થિતિના કારણે સફરજનની સપ્લાય ઓછી થય રહી છે. અને છેલ્લા ત્રણ દિવસથી આવક બંધ છે. પરંતુ વેપારીઓને આશા છે કે કાશ્મિરી સફરજનની ફુલ સિઝન શરુ થશે ત્યા સુધીમાં કાશ્મિરમાં પરિસ્થિતિ શાંત થય જશે.અને સફરજનની આવક શરુ થશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Fruits, Increase, RATE, Shravan mas, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन