Home /News /gujarat /રાજ્યની ગ્રામ પંચાયતોમાં 1 ઓગષ્ટથી મળશે ડ્રાઇવિંગ લાઇસન્સનાં ફોર્મ

રાજ્યની ગ્રામ પંચાયતોમાં 1 ઓગષ્ટથી મળશે ડ્રાઇવિંગ લાઇસન્સનાં ફોર્મ

એજન્ટો મન ફાવે તેવા રૂપિયા પડાવતા હોવાની ફરિયાદનાં પગલે સરકારનો નવો નિર્ણય

એજન્ટો મન ફાવે તેવા રૂપિયા પડાવતા હોવાની ફરિયાદનાં પગલે સરકારનો નવો નિર્ણય

    ન્યૂઝ18 ગુજરાતી: રાજ્યભરની ગ્રામ પંચાયતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની ઓનલાઇન અજી કરવાની સુવિધા 1 ઓગષ્ટથસી શરૂ થઇ રહી છે. માત્ર રૂ. 20નો ચાર્જ પંચાયતમાં ભરીને જે તે વ્યક્તિ RTOમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાં ઓનલાઇન અપોઇન્ટમેન્ટ માટે અરજી કરી શકશે.

    આ પણ વાંચો-બાળ યૌન શોષણને અટકાવવા શિક્ષણ વિભાગ એક્શન મોડમાં, ફેલાવશે જાગૃતિ

    શહેરમાં અને મહાનગરપાલિકામાં આ માટે સેવા કેન્દ્ર હોવાથી ત્યાં નાગરિકોને સુવિધા મળી રહે છે પણ અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકો આસપાસનાં મોટા ગામમાં અરજી માટે ધક્કા ખાતા હોય છે. ત્યારે હવે આવામાં ફોર્મ ભરાવવા માટે ધક્કા નહીં ખાવા પડે. અરજદારો ગ્રામ પંચાયતની ઓફિસમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અપોઇન્ટમેન્ટ લઇ શકશે.



    જે દિવસે અપોઇન્ટમેન્ટ લીધી હશે તે જ દિવસે તેમને સીધુ RTOમાં જવાનું રહેશે. ગ્રામ પંચાયતનો કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી એક અરજદાર પાસેથી આ માટે 20 રૂપિયા ચાર્જ વસુલી શકશે. આ પહેલાં એજન્ટો મનવાફે તેમ રૂપિયા પડાવતા હોવાથી સરકારે આ નવો રસ્તો અપનાવ્યો છે.

    આ પણ વાંચો-પીજો પીજો રે! રૂપાણીના રાજમાં નદીઓ સુકાણી, દારૂની રેલમછેલ

    વાહન વ્યવહારનાં વિભાગનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ટ્રાયલ બેઝ પર કેટલાંક ગામમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. 1 ઓગષ્ટથી રાજ્યનાં તમામ ગામમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Driving licence, Gram panchayat, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन