અમદાવાદ: શહેરના (Ahmedabad Crime) સાણંદ વિસ્તારમાં વધુ એક હત્યાનો (murder) બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં આવીને એક યુવતીએ જણાવ્યું કે, તેમના પતિ ગુમ છે. તેઓ તેમના મિત્રો સાથે ગયા હતા પરંતુ ઘરે અને ઓફિસે પણ પહોંચ્યા નથી જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને પોલીસને પારસની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને યુવતીની ફરિયાદ લઈને આરોપીઓની ધરપકડ કરી તો તપાસમાં ચોંકાવાનારી વાત સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, મરનાર અને તેમની પત્ની છેલ્લા 6 મહિનાથી સાણંદમાં મકાન ભાડે રાખીને રહેતા હતા અને તેમના પતિ થોડા દિવસોથી ઉડાન કંપનીમાં ડ્રાઈવર તરીકે ગાડી ચલાવતા હતા. મરનાર રાબેતા મુજબ ગત 30 ડિસેમ્બરના રોજ સવારે નોકરી પર જતાં રહ્યાં હતાં અને સાંજે તેમની પત્નીએ તેમને ફોન કરી વાત કરી ત્યારે પારસે કહ્યુ હતુ કે, તેમના મિત્ર જયેશ પણ તેમની સાથે છે અને સાથો સાથ જયેશના મિત્ર ચિરાગ અને અભિષેક પણ જોડે છે. તેમને મારું કોઈ કામ છે જેથી તે થોડી વારમાં ઘરે આવી જશે.
થોડા કલાકો બાદ ઉડાન કંપનીમાંથી વિપુલભાઈ આવ્યા અને કહ્યુ હતુ કે, તેમના પતિ કંપનીમાં ગાડી મુકવા આવ્યા નથી અને ક્યાંક જતા રહ્યા છે. ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી તો પારસની લાશ મળી આવી. જેથી પોલીસે તપાસ શરૂ કરી અને આ મામલે ચિરાગ, જયેશ અને અભિષેકની ધરપકડ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
જાણવા મળ્યું હતુ કે, મરનાર આરોપી જયેશ પાસેથી 3000 રૂપિયા અને અભિષેક પાસેથી 2200 રૂપિયા માંગતો હતો અને જે ન આપવા પડે તે માટે 3 આરોપીઓ ભેગા થઈ ને પ્લાન બનાવીને હત્યા કરી નાંખી છે. હાલ આ મામલે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર