Home /News /gujarat /અમદાવાદ: ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓની જીત, FRCએ કર્યો આદેશ

અમદાવાદ: ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓની જીત, FRCએ કર્યો આદેશ

ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓની જીત

FRC દ્વારા બાળકોને કાલથી શાળામાં પ્રવેશ આપવાનો પણ આદેશ કરાયો છે

    સંજય ટાંક, અમદાવાદ: ફી મામલે ચાલી રહેલી લડતમાં આખરે ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓની જીત થઇ છે. FRCએ નિયમનું ઉલ્લંઘન કરનાર શાળા સંચાલકોનો ઉધડો લીધો છે. આટલું જ નહીં, FRC દ્વારા બાળકોને કાલથી શાળામાં પ્રવેશ આપવાનો પણ આદેશ કરાયો છે.

    ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 40 બાળકોને એલસી આપી દેવાયા હતા. જે મામલે શાળા સામે લડત આપી રહેલાં વાલીઓની જીત થઇ છે. FRCએ શાળા સંચાલકોનો ઉધડો લીધો છે. બાળકોનું ભણતર ના બગડે તે સંદર્ભે વાલીઓએ રજુઆત કરી હતી.

    આ પણ વાંચો: માતાએ કપડાં બદલતી કિશોરીનો વીડિયો ઉતાર્યો, પુત્રએ હવસનો શિકાર બનાવી

    આ મામલે એફઆરસીએ જણાવ્યું હતું કે, 18 મહિના સુધી FRCમાં ગયા વગર શાળા ફી માગે તે ગંભીર બાબત છે. સાથે જ હવે વાલીઓ FRCના આદેશ મુજબની ફી શાળામાં જમા કરાવશે. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ગોતા નજીક આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: FRC, Global indian international school, આદેશ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन