સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ IDBI બેંક લિ., કોલાબા, મુંબઈની ફરિયાદ પર એક ખાનગી કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે જેનું દેવાસ, (MP) ખાતે ઉત્પાદન એકમો છે અને ઝગડિયા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભરૂચ (ગુજરાત) અને મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે રજિસ્ટર્ડ ઑફિસ અને તેના પ્રમોટર્સ/ડિરેક્ટરો અને અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓ સહિત 14 અન્ય લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ખાનગી કંપની ઉચ્ચ મૂલ્યના ફાઇન કોટન ફેબ્રિક્સ અને હોમ ટેક્સટાઇલ્સના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી હતી. વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઉપરોક્ત કંપની અને તેના પ્રમોટર્સ/નિર્દેશકોએ અન્ય લોકો સાથે કાવતરું રચીને IDBI બેંક લિ.ની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમ પાસેથી વિવિધ ક્રેડિટ/લોન સુવિધાઓ મેળવીને અને 2012 થી 2018ના સમયગાળા દરમિયાન બેંકના ભંડોળનો દુરુપયોગ/ડાઇવર્ટ કરીને છેતરપિંડી કરી હતી. અને તેના કારણે બેંકોને રૂ.1245 કરોડ (અંદાજે) છેતરપિંડી થઈ છે.
આ ફરિયાદ IDBI બેંક લિમિટેડ દ્વારા અને કોન્સોર્ટિયમની અન્ય 04 સભ્ય બેંકો વતી પણ દાખલ કરવામાં આવી હતી, જેમ કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ધ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક લિ., પંજાબ નેશનલ બેંક અને ઈન્ડિયન બેંક. આજે મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત 13 સ્થળોએ આરોપીઓના ઘર પર સર્ચ કરવામાં આવ્યું હતું. જેના કારણે ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.
મહત્વ નું છે કે હાલ જે 14 લોકોના નામ સામે આવ્યા છે તે સિવાય અન્ય ખાનગી અથવા સરકારી લોકોનું પણ સંડોવણી હોઈ શકે છે. જેથી તે તમામ લોકોને પકડવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અલગ-અલગ જે દસ્તાવેજો મળી આવ્યા છે તેની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે. તપાસ બાદ અન્ય ખુલાસાઓ સામે આવી શકે છે.