બાળકો હોય કે મોટા તમામ લોકોને આજે મોબાઇલની લત લાગી ગઇ છે. મોબાઇલ ફોનથી મોટાભાગના કામ ઝડપી અને સરળ બન્યા છે, તો બીજી બાજુ મોબાઇલને કારણે માનસિક બીમારીથી લઇને બાળકો માટે ભણતરમાં અડચણ પણ બને છે. પરંતુ એક નવી મુશ્કેલી સામે આવી છે, એ છે મોબાઇલ બ્લાસ્ટની. સોમવારે રાજ્યમાં વિવિધ પાંચ જગ્યાએ મોબાઇલ બ્લાસ્ટની ઘટના સામે આવી.
પ્રાપ્ત વિગત પ્રમાણે સોમવારે મોબાઇલ બ્લાસ્ટની પ્રથમ ઘટના અમરેલીના ધારીમાં ગણેશ મોબાઇલ રીપેરિંગની દુકામ બની, અહીં એક મોબાઇલ ખોલતા જ ફટાકડાની જેમ મોબાઇલમાં બ્લાસ્ટ થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
તો બીજી ઘટનામાં વડોદરાના વાઘોડિયા રોડ પર મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. અહીં વાઘોડિયા રોડ પર રહેતા અનિલ યાદવે બ્રાન્ડેડ કંપનીનો મોબાઈલ ખરીદ્યો હતો પરંતુ મોબાઈલ વપરાશ દરમિયાન ગરમ થઇ જતો આથી અનિલ યાદવ મોબાઈલ રીપેરીંગની દુકાને પહોંચ્યો હતો. જેવો તે દુકાને પહોંચી ટેબલ પર ફોન મૂક્યો તુરંત મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
તો અન્ય બે ઘટના અમદાવાદમાં બની હતી, અમદાવાદના અમરાઇવાડીના સ્વસ્તિક ચાર રસ્તા પાસે મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો. આ મોબાઇલ કાર્બન કંપનીનો હોવાનું સામે આવ્યું છે. મોબાઇલ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તો અન્ય એક ઘટનામાં વસ્ત્રાલમાં સોનુ ભૂપ નામના યુવકના પેન્ટના ખિસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. આ મોબાઇલ Honor કંપનીનો હોવાનું સામે આવ્યું છે. સોનુએ ચાર મહિના પહેલા આ મોબાઇલ ખરીદ્યો હતો.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર