Ahmedabad Crime: અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાથી ખળભળાટ
Ahmedabad Crime: અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાથી ખળભળાટ
અમદાવાદના વિરાટનગરમાં દિવ્યપ્રભા સોસાયટીના મકાનમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
Ahmedabad News: અમદાવાદના વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાનમાંથી ખુબ જ દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી અને જાણકારી મળતા જ પોલીસની ટીમ દુર્ગંધ આવતા મકાનમાં તપાસ હાથ ધરી હતી જ્યાં એક સાથે ચાલ લોકોના મૃતદેહ પડ્યા હતા.
અમદાવાદ (Ahmedabad News)ના વિરાટનગર (Viratnagar)થી ખુબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક જ ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ (Dead Body)મળી આવતા પોલીસ (Ahmedabad Police) દોડતી થઇ ગઇ છે. અમદાવાદના વિરાટનગરમાં દિવ્યપ્રભા સોસાયટીના મકાનમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં એક વૃદ્ધા, મહિલા સહિત બે બાળકોનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે . પ્રાથમિક તપાસમાં એક જ પરિવારના ચાર લોકોની ઘાતકી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાનમાંથી ખુબ જ દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી અને જાણકારી મળતા જ પોલીસની ટીમ દુર્ગંધ આવતા મકાનમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં એક સાથે ચાર લોકોના મૃતદેહ પડ્યા હતા. જોકે પોલીસ પણ આ મામલે હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ કરી રહી છે પરતુ આશિંક રીતે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ લોકોની હત્યા કરવામાં આવી છે.
અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવાના ચાર લોકોની હત્યા. વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળ્યો. pic.twitter.com/lMyRbr0Zog
જણાવી દઇએ કે, દિવ્યપ્રભા સોસાયટીના એક ઘરના અલગ-અલગ ઓરડામાંથી ચાર લાશ મળી આવતા પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. ચાર દિવસ પહેલા થયેલી હત્યામાં આજે મૃતદેહ બહાર આવતા અત્યંત દુર્ગંધ મારી રહી છે. બીજી તરફ હાલ આ હત્યા પાછળ ઘર કંકાસ હોવાનું પ્રાથમિક તારણ પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.
પોલીસ સૂત્રોએ ચાર સભ્યોને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારાયા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. હત્યા બાદ શંકાસ્પદ વ્યક્તિ ફરાર થયો હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે પોલીસે હત્યા થઇ હોવાની દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે ચારેય મૃતદેહો પર તીક્ષ્ણ હથિયારથી વાર થયો હોવાનું ચર્ચાઇ રહ્યુ ંછે. હાલમાં પોલીસ ઘરના મોભી વિનોદ મરાણી નામના વ્ચક્તિની શોધખોળ હાથ ધરી છે.
મૃતકો ના નામ
સોનલ મરાઠી
પ્રગતિ મરાઠી
ગણેશ મરાઠી
સુભદ્રા મરાઠી
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર