Corona Vaccine: 8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 1.20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. ગુજરાતની વાત કરવામાં આવે તો સિનિયર સિટીઝનો (Senior Citizens) માંથી 4,51,797 દ્વારા એકપણ ડોઝ લેવાયો નથી જ્યારે 1,52,415 દ્વારા માત્ર એક ડોઝ લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કુલ વેક્સિનેશન ડોઝનો (Gujarat Corona Vaccine Update) આંક હવે 10 કરોડને પાર થઇ ગયો છે. જેમાં 5.16 કરોડ દ્વારા પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે જ્યારે 4.72 કરોડ ફૂલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 17.47 લાખને પ્રીકોશન ડોઝ (Precaution Dose) પણ અપાઇ ચૂક્યા છે. જોકે, રાજ્યમાં 4.51 લાખ સિનિયર સિટીઝન (Senior Citizen) એવા છે જેમણે વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. આ ઉપરાંત 1.52 લાખ સિનીયર સિટીઝનો દ્વારા વેક્સિનનો માત્ર એક ડોઝ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર 8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 1.20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. ગુજરાતની વાત કરવામાં આવે તો સિનિયર સિટીઝનોમાંથી 4,51,797 દ્વારા એકપણ ડોઝ લેવાયો નથી જ્યારે 1,52,415 દ્વારા માત્ર એક ડોઝ લેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી તામિલનાડુમાંથી સૌથી વધુ 26.26 લાખ, પશ્ચિમ બંગાળમાંથી 15.06 લાખ, મહારાષ્ટ્રમાંથી 13.02 લાખ, ઉત્તર પ્રદેશમાંથી 12.01 લાખ સિનીયર સિટીઝન દ્વારા કોવિડ વેક્સિનનો એકપણ ડોઝ લેવામાં આવ્યો નથી. ગુજરાતમાંથી સિનીયર સિટીઝનોને કુલ 1.43 કરોડ વેક્સિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.
અન્ય વયજૂથમાં જોવામાં આવે તો 15થી 17ની વયમાં 40.94 લાખ, 18થી 44ની વયમાં 5.90 કરોડ, 45થી 60ની વયમાં 2.31 કરોડ દ્વારા વેક્સિન લેવામાં આવી છે. વેક્સિન લેનારામાં 5.39 પુરુષ અને 4.49 કરોડ મહિલાઓ છે. ગુજરાતમાં કોવિશિલ્ડ લેનારા 8.12 કરોડ અને કોવેક્સિન લેનારા 1.43 કરોડ છે. 8 ફેબુ્રઆરીની સ્થિતિએ ગુજરાતમાં 18થી ઓછી વયજૂથમાં 28.38 લાખ દ્વારા પ્રથમ ડોઝ અને 9.39 લાખ દ્વારા બંને ડોઝ લેવાઇ ચૂક્યા છે.
" isDesktop="true" id="1178515" >
જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદમાંથી સૌથી વધુ 29 લાખ, સુરતમાંથી 25.25 લાખ, વડોદરામાંથી 24.77 લાખ દ્વારા વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા છે. તબીબોના મતે, 'કોરોનાની ત્રીજી લહેરમાં સ્થિતિ નિયંત્રણમાં રહી તેનું શ્રેય વેક્સિનેશનને જાય છે. જે પણ વ્યક્તિએ હજુ વેક્સિન લીધી નથી તેમણે પોતાની અને અન્યની સુરક્ષા માટે સત્વરે વેક્સિનનું કવચ મેળવી લેવું જોઇએ. '