Home /News /gujarat /Ahmedabad Crime: અમદાવાદમાં એક જ ઘરમાં ચાર લોકોની હત્યા મામલે થયો મોટો ખુલાસો

Ahmedabad Crime: અમદાવાદમાં એક જ ઘરમાં ચાર લોકોની હત્યા મામલે થયો મોટો ખુલાસો

મૃતકોની ફાઇલ તસવીર

Ahmedabad News: હાલ પતિ ફરાર છે જેથી પોલીસને આશંકા છે કે, પતિએ ચાર દિવસ પહેલાં હત્યા કરી હતી અને ત્યારબાદ તે પલાયન થઇ ગયો હશે.

અમદાવાદ : શહેરના (Ahmedabad)  વિરાટનગર વિસ્તારમાં મકાનમાંથી એક જ પરિવારના ચાર સભ્યોના હત્યા (Murder in Ahmedabad) કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ ઘરનો મોભી ફરાર થઈ જતાં તેણે જ આ હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા પ્રબળ બની છે. ઓઢવ પોલીસે (Ahmedabad Police) આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક દીકરીની માતાએ ફોન કરતા જાણ થઇ

શહેરના વિરાટનગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. દીકરી ચાર દિવસથી ફોન ન ઉપાડતી હોવાથી માતાએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસે ત્યાં જઇ તપાસ કરતા અલગ અલગ રૂમમાંથી ચાર લાશ મળી આવી હતી. ચાર દિવસ પહેલાં હત્યા કરી હોવાથી લાશ દુર્ગંધ મારતી હતી. હાલ પતિ ફરાર છે જેથી પોલીસને આશંકા છે કે, પતિએ ચાર દિવસ પહેલાં હત્યા કરી હતી અને ત્યારબાદ તે પલાયન થઇ ગયો હશે.

ફરાર પતિની પત્ની સાથેની તસવીર


પોલીસે તપાસ કરતા ચાર મૃતદેહો મળી આવ્યા

ઓઢવ પોલીસે આ મામલે હત્યાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં સોનલ મરાઠી તેના પતિ વિનોદ, દીકરો ગણેશ, દીકરી પ્રગતિ અને દાદી સુભદ્રા મરાઠી સાથે રહેતા હતા. સોનલ છેલ્લા ચાર દિવસથી ફોન ઉપાડી રહી ન હતી. જેથી તેની માતા અંબાબહેનને કંઇક અજુગતુ બન્યું હોવાની શંકા ગઇ હતી. જેથી તેમણે મંગળવારે સાંજે પોલીસ કંટ્રોલરૂમમાં આ અંગે ફોન કરી જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.

આ પણ વાંચો - અમદાવાદ: છૂટાછેડા લેવા પતિએ આપી ન આપવાની ધમકી, પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ

મકાનમાંથી દુર્ગંધ મારતી હતી

પોલીસ ત્યાં પહોંચી ત્યારે મકાનનો દરવાજો બંધ હતો. પરંતુ ત્યાં દુર્ગંધ આવી રહી હતી. જેથી પોલીસે મકાનની અંદર જઇ ચેક કર્યું તો ચાર અલગ અલગ રૂમમાં હત્યા કરેલી હાલતમાં સોનલ, સુભદ્રાબહેન, ગણેશ અને પ્રગતિની લાશ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આસપાસના લોકોની પુછપરછ શરૂ કરી હતી. બીજી તરફ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદ: પતિએ લગ્નના ત્રણ વર્ષ બાદ પત્નીને કહી દીધું, 'હું બેચલર લાઈફ જીવવા માંગુ છું, તું મને...'
" isDesktop="true" id="1193985" >

સીસીટીવી સહિતની તપાસ શરૂ

પોલીસે જણાવ્યું હતું કે, હાલ વિનોદ મળ્યો નથી. તેણે જ કોઇ કારણસર આશરે ચાર દિવસ પહેલાં આખા પરિવારની હત્યા કર્યા બાદ તે પલાયન થઇ ગયો હશે. હાલ તો આ મામલે હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, અમદાવાદ, ગુજરાત, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन