Home /News /gujarat /

બારોબાર વહીવટ? ખેતીમાં વપરાતું યુરિયા ખાતર અમદાવાદની ફેક્ટરીમાંથી મળ્યું

બારોબાર વહીવટ? ખેતીમાં વપરાતું યુરિયા ખાતર અમદાવાદની ફેક્ટરીમાંથી મળ્યું

નારોલમાં ટ્રકમાંથી 200 થેલી યુરિયા ખાતર મળી આવ્યું છે

વટવા પોલીસે યુરિયા ખાતરના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે

    હર્મેશ સુખડીયા, અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો છે. લગભગ 200 થેલી ભરીને યુરિયા ખાતર મળી આવ્યું છે. જ્યારે આ ખાતર ટ્રકમાં લાવવામાં આવ્યું હતું. સાથે જ વટવા પોલીસે યુરિયા ખાતરના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે. તેમની પૂછપરછ બાદ વધુ 100 થેલી યુરિયા ખાતર આકાશ ફેશન ટ્વિન્સ નામની ફેક્ટરીમાંથી મળી આવ્યું હતું. પોલીસે ખેતીવાડી સમિતિને પણ સમગ્ર બનાવ અંગે જાણ કરી છે.

    નારોલ પોલીસે એક ટ્રક સાથે બે લોકોની અટકાયત કરી હતી. જેની તપાસ કરતાં 200 થેલી યુરિયા ખાતર મળી આવ્યું હતું. અટકાયત કરાયેલા બે લોકોની પ્રથામિક તપાસમાં આકાશ ફેશન ટ્વિન્સ ફેક્ટરીનું નામ બહાર આવ્યું હતું. જે બાદ પોલીસ ફેક્ટરીમાં ગઇ હતી અને ત્યાં તપાસ કરતાં વધુ 100 થેલી ખાતર મળી આવ્યું હતું. આ ફેક્ટરી નારોલ વિસ્તારમાં જ આવેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.  જોકે, હવે સવાલ ઉભા થઇ રહ્યાં છે કે, ખાતરનો જથ્થો ઝડપાયાને 48 કલાક થઇ ગયા હોવા છતાં પોલીસને કોઇ મોટી સફળતા હાથ લાગી નથી. જ્યારે ફેક્ટરી માલિક નરેશ શર્મા ક્યારે પકડાશે? આ મામલે ફેક્ટરી માલિકની સંડોવણી છે કે કોઇ બીજાની? ખેતીવાડી અધિકારી તપાસ માટે ક્યારે પહોંચશે?

    આ સગગ્ર મામલે પોલીસે એગ્રીકલ્ચર વિભાગની પણ મદદ માગી છે અને યુરિયા ખાતરને લઇને એક રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, આ ખાતરનો ઉપયોગ માત્ર ખેડૂતો જ કરી શકે છે. ફેક્ટરી માલિક આ ખાતરનો ઉપયોગ કરી શકે નહીં. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ પણ વાંચો: અમદાવાદ: લોકોને છેતરતું કોલ સેન્ટર દિલ્હીથી ઝડપાયું, 16ની ધરપકડ

    આ મામલે કે ડિવીઝનના ACP રજનીશ ચાવડાએ જણાવ્યું કે, મોતીપુરા ચોકડી પાસેથી એક શંકાસ્પદ આઇસરને રોકતાં તેમાંથી 200 થેલી યુરિયા ખાતર મળી આવ્યું હતું. આ મામલે બે વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ખેતીવાડી અધિકારીને પણ આ સંદર્ભે બોલાવી વિશેષ પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Fertilizer, Found, Narol, Urea, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन