નડિયાદના પૂર્વ પ્રમુખ અને બિલ્ડરે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી, ફાર્મ હાઉસમાં મળ્યો મૃતદેહ

નડિયાદના પૂર્વ પ્રમુખ અને બિલ્ડરે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી, ફાર્મ હાઉસમાં મળ્યો મૃતદેહ
નડિયાદના પૂર્વ પ્રમુખ અને બિલ્ડરે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી, ફાર્મ હાઉસમાં મળ્યો મૃતદેહ

દિલીપ શાહની આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ

 • Share this:
  નડિયાદ : નડિયાદના ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને બિલ્ડર દિલીપ શાહે આત્મહત્યા કરી લીધી છે. પૂર્વ પ્રમુખે માથાના ભાગે ગોળી મારી જીવન ટુંકાવ્યું છે. તેમણે પોતાના ફાર્મ હાઉસમાં આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતા એલસીબી તેમજ નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

  નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર એવા દિલીપ શાહે આત્મહત્યા કરી છે. દિલીપ ભાઈએ માથાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી છે. દિલિપ શાહનો મૃતહેદ ફાર્મહાઉની બહાર ઓસરીમાં એક ખાટલામાંથી મળ્યો હતો. તેઓના મૃતહેદની પાસે એક ગન પણ મળી આવી હતી.  આ પણ વાંચો - રોજના બચાવો ફક્ત 167 રૂપિયા અને બની જાઓ કરોડપતિ, જાણો આ વિશે બધું જ

  દિલીપ શાહની આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. નડિયાદ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
  Published by:Ashish Goyal
  First published:August 20, 2020, 18:12 pm

  ટૉપ ન્યૂઝ