વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જોડાયા છે. ખુમાણસિંહ 2017માં કોંગ્રેસ સાથે છેડો ફાડી NCPમાં જોડાયા હતા. જો કે ફરી વર્ષ 2019માં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેઓએ સ્વાગત કરી પત્રકાર પરિષદ યોજી હતી.
લોકસભાની ચૂંટણી નજીક છે. નેતાઓ અને પક્ષ પલટુઓના આંટાફેરા શરૂ થઇ ગયા છે. તો કેટલાક નેતાઓ હે પાછા પણ ફરી રહ્યાં છે. આવા જ એક કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. વર્ષ 2017માં કોંગ્રેસે ટિકિટ ન આપતાં ખાટું ગંધાયું અને પાર્ટી સાથે છેડો ફાડી NCPમાં જોડાઇ ગયા હતા.
અમદાવાદમાં ફરી કોંગ્રેસમાં જોડાયા બાદ ખુમાણસિંહે જણાવ્યું કે ઘર વાપસી કરીને આનંદ થયો. 2017માં છાતી પર પથ્થર રાખી કોંગ્રેસ છોડી હતી, હવે ભૂલ સમજાય ગઇ છે. હું ભાજપની લાલચમાં આવ્યો ન હતો, બસ થોડું મનદુઃખ થતા નારાજ થયો હતો. દેશમાં લોકશાહી ખતરામાં છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર