Home /News /gujarat /કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાનું નિધન, PM મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાનું નિધન, PM મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

ડો.અનિલ જોષીયારાના નિધન પર PM મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

છેલ્લા બે મહિનાથી કોરોના સંક્રમિત પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થયું છે (Former Health Minister Dr Anil Joshiyara Dies). ડો અનિલ જોષીયારાના નિધન પર ગુજરાત કોંગ્રેસે (Congress) શોક વ્યક્ત કર્યો છે. અનીલ જોશીયારા ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય (Bhiloda Congress MLA) હતા. તથા ચેન્નાઈમાં કોરોનાની સારવાર હેઠળ હતા. ભીલોડામાં જોશીયારાના અંતિમ સંસ્કાર થશે. અનિલ જોષિયારાના નિધનના કારણે ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે.

ભિલોડાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોષીયારાને તાજેતરમાં વધુ સારવાર માટે ચેન્નાઈ ખસેડાયા હતા. જેમાં કોરોનાની સારવાર માટે પહેલા અમદાવાદ દાખલ કરાયા હતા. તથા અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈ લઇ જવાયા હતા.



69 વર્ષના ડો.જોષીયારા ઉત્તર ગુજરાતના આદિવાસી ક્ષેત્ર ભિલોડાથી વિધાનસભામા પ્રતિનિધિત્વ કરતા હતા. કોરોના થતા હાલત ખરાબ થતા તેઓને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈ લઇ જવાયા હતા જ્યા તેમની સારવાર ચાલી રહી હતી.

આ પણ વાંચો- ડેટા લીકના આરોપ પર Paytmનું નિવેદન સામે આવ્યું, કહ્યું- રિપોર્ટ ખોટો અને સનસનાટીભર્યો છે

જણાવી દઇએ કે, ડો.અનિલ જોશિયારા 21 જાન્યુઆરીથી કોરોનાની સારવાર માટે અમદાવાદ દાખલ કરાયા હતા. તથા આજે ચેન્નાઈમાં સારવાર હેઠળ તેમનું નિધન થયુ છે. કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાના નિધન પર PM મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.
First published:

Tags: Bhiloda, Congress MLA, Gujarati news, કોંગ્રેસ નેતા, ગુજરાતી સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો