Home /News /gujarat /

કેશુબાપાએ કોંગ્રેસમાં જોડાવા જઈ રહેલા હાર્દિકને આશીર્વાદ ન આપ્યા!

કેશુબાપાએ કોંગ્રેસમાં જોડાવા જઈ રહેલા હાર્દિકને આશીર્વાદ ન આપ્યા!

હાર્દિક પટેલ, કેશુભાઈ પટેલ (ફાઇલ તસવીર)

કોંગ્રેસમાં જોડાયા પહેલા પાસ નેતા હાર્દિક પટેલે પૂર્વ મુખ્યમંત્રી તેમજ પાટીદાર નેતા કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

    હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : પાસ નેતા હાર્દિક પટેલે હવે કોંગ્રેસનો હાથ પકડવાનું નક્કી કર્યું છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન હાર્દિક કોંગ્રેસનો ખેસ પહેરી લેશે. આ પહેલા સૂત્રોના હવેલાથી એવા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરવાનો ઇન્કાર કરી દીધો છે.

    હાર્દિક કેશુભાઈને મળવા માંગતો હતો

    એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા પાસ નેતા હાર્દિક પટેલે પૂર્વ મુખ્યમંત્રી તેમજ પાટીદાર નેતા કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે હાર્દિકે કેશુભાઈને મળવાનો સમય માંગ્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેશુભાઈ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરવાનું ટાળી દીધું છે. ઉલ્લેખનીય છે કે કેશુબાપા હાલ સક્રિય રાજકારણથી દૂર છે.

    આ પણ વાંચો : હાર્દિક પટેલ: અનામત આંદોલનથી લઈને કોંગ્રેસ સુધીની સફર પર નજર

    PM મોદીએ લીધા હતા કેશુભાઈના આશીર્વાદ

    ગત અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામનું મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયું હતું. આ પ્રસંગે કેશુભાઈ પટેલ મંચ પર હાજર રહ્યા હતા. મંચ પર આવી પહોંચેલા પીએમ મોદી કેશુભાઈને જોતા જ તેમના પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CWC, Election 2019, Keshubhai patel, Lok sabha election 2019, Paas, કોંગ્રેસ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર