Home /News /gujarat /

ભાજપને વધુ એક ફટકો, પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું

ભાજપને વધુ એક ફટકો, પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું

કોંગ્રેસમાં જોડાયેલા ભાજપ નેતા સુંદરસિંહ ચૌહાણ (જમણે)

ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા.

    પ્રણવ પટેલ, અમદાવાદ

    જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપને ઉપરા ઉપરી બીજી ઝાટકો લાગ્યો છે. લાલજી મેરના રાજીનામા બાદ ભાજપની વધું એક વિકેટ પડી છે. લાલજી મેર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે જોડાશે. તો બીજી તરફ પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.

    સુંદરસિંહ ચૌહાણ ચાર ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ મંત્રી પદે પણ રહી ચુક્યા છે. તેમણે પોતાનું રાજીનામું ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને મોકલી આપ્યું છે. સુંદરસિંહ ચૌહાણે સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે રાજીનામું ધરી દીધું છે. આ પહેલા ભાજપનાં પૂર્વ ધારાસભ્ય તેમજ કોળી નેતા લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું.

    સુંદરસિંહે રાજીનામાના પત્રમાં શું લખ્યું?

    ગુજરાત ભાજપ પ્રમુખને લખેલા પત્રમાં સુંદરસિંહ ચૌહાણે લખ્યું છે કે, "હું ખેડૂત પૂત્ર છું. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે બે ટર્મ તથા સંસદીય સચિવ તરીકેની એક ટર્મની સાથે સાથે ધારાસભ્ય તરીકે હું ચાર ટર્મ સુધી લોકોની સેવા કરી ચુક્યો છું. ભાજપ સરકારની સતત ખેડૂત વિરોધી નીતિઓને કારણે તથા મારા ખેડૂત ભાઈઓની સતત અવગણના થવાને કારણે હું ભારતીય જનતા પાર્ટીના સભ્યપદ તરીકે રાજીનામું આપું છું."

    આ પણ વાંચો: જસદણની પેટા ચૂંટણી પહેલા પૂર્વ MLA લાલજી મેર કોંગ્રેસમાં જોડાશે

    કોંગ્રેસમાં જોડાયા

    ભાજપમાંથી રાજીનામું આપીને સુંદરસિંહ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાતાની સાથે સુંદરસિંહે નિવેદન આપ્યું હતું કે, "હવે હું ભાજપ છોડીને કોંગ્રેસમાં આવી ગયો છું. ચૌહામ સમાજને વિનંતી છે કે કોંગ્રેસમાં આવે. ભાજપ હવે પહેલા જેવી પાર્ટી નથી રહી. ભાજપમાં હવે એવા માણસો રહ્યા છે જેનાથી સમાજને નુકસાન થાય.

    આ પણ વાંચોઃ જો મારા પર આક્ષેપો સાબિત થશે તો રાજકારણ છોડી દઇશ: હરિભાઇ ચૌધરી

    લાલજી મેરનું રાજીનામું

    જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. લાલજી મેર કોળી સમાજના આગેવાન છે તેથી તેમના જવાથી ભાજપને ફટકો પડવાની સંભાવના જોવામાં આવી રહી છે. લાલજી મેર ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાશે.

    લાલજી મેરના રાજીનામાથી અમદાવાદ જિલ્લા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા અને 2017 સુધી ધંધુકાના ધારાસભ્ય રહ્યા હતા. લાલજી મેર ભાજપની સાથે ઘણા સમયથી છે. જેઓ સક્રિય કાર્યકર્તા છે. જેમના રાજીનામાથી ભાજપને ફટકો પડી શકે છે. જેઓ ગત વિધાનસભામાં પણ ઉમેદવારના દાવેદાર હતા પણ તેમને ટિકિટ મળી ન હતી. જે માટે એન્ટિ ઇન્કમ્બસી જવાબદાર હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bypoll, Constituency, Jasdan, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन