AMC ના પૂર્વ કમિશનર વિજય નહેરાનો પુત્ર વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ઇતિહાસ રચશે
AMC ના પૂર્વ કમિશનર વિજય નહેરાનો પુત્ર વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ઇતિહાસ રચશે
આર્યન નેહરા 1500 મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ભાગ લેવાનો છે.
વર્ષ 2019 માં તેણે દક્ષિણ કોરિયામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે 'B' માર્ક પણ હાંસલ કર્યો હતો. હાલ બેંગ્કોકની બ્રિટીશ સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા આર્યન, અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાનો પુત્ર છે. આર્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. તે સિંગાપોર, ઉઝબેકિસ્તાન વિગેરે જેવા દેશોમાં યોજાયેલી ઈવેન્ટ્સમાં પણ મેડલ્સ જીતી ચૂક્યો છે.
મિશન ઓલિમ્પિક સેલ (MOC) એ ગુરુવારે ભારતીય તરણવીર આર્યન નેહરાના એક્વા નેશન સ્પોર્ટ્સ એકેડમી (ANSA), દુબઈમાં તાલીમ લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આર્યન જે ડિસેમ્બર 2019 થી ટોપ્સ ડેવલપમેન્ટ ગ્રુપ એથ્લેટ છે, તે આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યો છે.18 વર્ષીય આર્યન જે ગુજરાતના અમદાવાદનો રહેવાસી છે, તેને તેની 90 દિવસની તાલીમ માટે જે આ મહિનાની શરૂઆતમાં શરૂ થઈ અને ઓગસ્ટ 2022માં પૂર્ણ થશે. મંજૂર કરાયેલી રકમમાં તેના અંદાજે રૂ. 8.7 લાખ રૂપિયામાં હવાઈ મુસાફરીનો ખર્ચ, બોર્ડિંગ અને રહેવાનો ખર્ચ, કોચિંગ ફી, સ્થાનિક ટ્રાન્સપોર્ટ ખર્ચ અને અન્ય ખર્ચાઓ તથા ભથ્થાં આવરી લેવામાં આવશે.
આર્યન નેહરા 1500 મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ભાગ લેવાનો છે, તેની હિટ્સ તારીખ 27મી જુલાઈને શનિવારે અને ફાઈનલ તારીખ 28મી જુલાઈને રવિવારે યોજાવાની છે. નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરનારા આર્યને ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ કુઆલાલુમ્પુરમાં રમાયેલી મલેશિયન એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં 15 મિનિટ અને 38.56 સેકન્ડના સમય સાથે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. તેની ઈવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થવાનો સમય 15 મિનિટ અને 39.12 સેકન્ડનો હતો.
સિનિયર સ્વિમરો માટે મુશ્કેલ ગણાતા વર્લ્ડ ચેમ્પિયનશીપના ક્વોલિફાઈંગ માર્કને હાંસલ કરવાની સિદ્ધિ મેળવવા સાથે આર્યને મલેશિયામાં નવા મીટ રેકોર્ડ સાથે ચાર ગોલ્ડ પણ જીત્યા હતા. આર્યન 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં માહેર છે, જેને સ્વિમિંગની સૌથી અઘરી ઈવેન્ટ્સમાંની એક ગણવામાં આવે છે. વર્ષ 2017 માં મલેશિયન વય-જૂથ મીટમાં તેણે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા અને ત્રણ ઇવેન્ટમાં મીટ રેકોર્ડ પણ બનાવ્યો.
વર્ષ 2019 માં તેણે દક્ષિણ કોરિયામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે 'B' માર્ક પણ હાંસલ કર્યો હતો. હાલ બેંગ્કોકની બ્રિટીશ સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા આર્યન, અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાનો પુત્ર છે. આર્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. તે સિંગાપોર, ઉઝબેકિસ્તાન વિગેરે જેવા દેશોમાં યોજાયેલી ઈવેન્ટ્સમાં પણ મેડલ્સ જીતી ચૂક્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર