Home /News /gujarat /

રિટાયરમેન્ટ પછી ઇટલી કેમ ગયા હતા પૂર્વ એરચીફ? તપાસ કરી રહી છે CBI

રિટાયરમેન્ટ પછી ઇટલી કેમ ગયા હતા પૂર્વ એરચીફ? તપાસ કરી રહી છે CBI

પૂર્વ વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ એસપી ત્યાગી પર સીબીઆઇનો સકંજો કસતો જઇ રહ્યો છે. CBIએ એસપી ત્યાગી સાથે મેરાથન પુછપરછ કરી હતી. પુછપરછ અગસ્તા-વેસ્ટલેન્ડ અનુસંધાનમાં આપવામાં આવેલ લાંચ સુધી જ સીમિત રહી હતી. સીબીઆઇ મંગળવારે ફરી એક વખત એસપી ત્યાગી સાથે પુછપરછ કરશે.

પૂર્વ વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ એસપી ત્યાગી પર સીબીઆઇનો સકંજો કસતો જઇ રહ્યો છે. CBIએ એસપી ત્યાગી સાથે મેરાથન પુછપરછ કરી હતી. પુછપરછ અગસ્તા-વેસ્ટલેન્ડ અનુસંધાનમાં આપવામાં આવેલ લાંચ સુધી જ સીમિત રહી હતી. સીબીઆઇ મંગળવારે ફરી એક વખત એસપી ત્યાગી સાથે પુછપરછ કરશે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# પૂર્વ વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ એસપી ત્યાગી પર સીબીઆઇનો સકંજો કસતો જઇ રહ્યો છે. CBIએ એસપી ત્યાગી સાથે મેરાથન પુછપરછ કરી હતી. પુછપરછ અગસ્તા-વેસ્ટલેન્ડ અનુસંધાનમાં આપવામાં આવેલ લાંચ સુધી જ સીમિત રહી હતી. સીબીઆઇ મંગળવારે ફરી એક વખત એસપી ત્યાગી સાથે પુછપરછ કરશે. આ દરમિયાન સીબીઆઇને એસપી ત્યાગીના રિટાયરમેન્ટ બાદ ઇટલી ના ઘણા શહેરોમાં ગયા હોવાની માહિતી મળી છે. સીબીઆઇ હાલ, આ પ્રવાસ પાછળના હેતું અંગેની તપાસમાં લાગી છે.

ઇટલીની મિલાન કોર્ટના ચૂકાદા બાદ અગસ્તા-વેસ્ટલેન્ડ મામલામાં પોતાની તપાસને વધુ તેજ કરતા સોમવારે પૂર્વ એર ચીફ માર્શલ એસપી ત્યાગી સાથે આશરે 10 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. ઇટલી, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, બ્રિટેન અને ટ્યૂનીશિયા થી લેટર રોગેટરીના માધ્યમથી પ્રાપ્ત માહિતીથી સજ્જ સીબીઆઇ અધિકારીઓએ સમગ્ર મામલામાં થયેલ પૈસાની લેવડ-દેવડ અંગે ત્યાગીને ઘણા સવાલ પુછ્યા હતા.

તારીખ 7 એપ્રિલના રોજ ઇટલીના મિલાન કોર્ટના ચૂકાદાએ ગત બે વર્ષથી ઠંડા પડેલા મામલાને એક નવી જિંદગી આપી છે. એવામાં સીબીઆઇ આ મામલામાં તપાસની પોતાની બીજી ઇનિંગને અંજામ સુધી લઇ જવા પર કેટલી હદ સુધી સફળ થાય છે, એ જોવાનું મહત્વનું રહેશે.

આમ તો, 7 એપ્રિલે મિલાન કોર્ટના ચૂકાદાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, 3600 કરોડના અગસ્તા-વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના મામલામાં ભ્રષ્ટાચાર થયો છે. આક્ષેપ છે કે, અગસ્તા-વેસ્ટલેન્ડ કંપનીને હેલિકોપ્ટર વેચવાનો કોન્ટ્રાક અપાવવા માટે રૂ. 360 કરોડ એજન્ટોના માધ્યમથી ભારતીય રાજનેતાઓ, અધિકારીઓ અને એસપી ત્યાગી અને તેમના પિતરાઇ ભાઇઓને આપવામાં આવ્યા હતા. ઇટલીના આ કોર્ટના ચૂકાદા બાદ હેલિકોપ્ટરના આ ખરીદીને લઇને સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને અહમદ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓના નામ બહાર આવવાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે.

જો કે, સીબીઆઇ એ આ મામલામાં 2013માં પૂર્વ વાયુસેનાધ્યક્ષ સહિત 13 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરી હતી. એસપી ત્યાગી પર એ આરોપ લાગ્યો હતો કે, તેઓએ અગસ્તા-વેસ્ટલેન્ડ કંપનીને ફાયદો પહોંચાડવા માટે હેલિકોપ્ટરની ઉંચાઇ પર ઉડવાની ક્ષમતા 6000 મીટરથી ઘટાડીને 4500 મીટર કરી હતી.

એસપી ત્યાગીના પિતરાઇ ભાઇઓ જૂલી, સંજીવ અને ડોક્સા ત્યાગી પર પણ એ આરોપ લાગ્યા હતા કે, તેઓએ ફિનમેકેનિકા કંપનીના અગસ્તા-વેસ્ટલેન્‍ડને વીવીઆઇપી હેલિકોપ્ટરના ખરીદીનો કોન્ટ્રાક આપવા માટે એસપી ત્યાગીને તૈયાર કર્યા હતા. ત્યાગી પર એ પણ આરોપ છે કે, તેઓ 2004થી 2007 દરમિયાન ઘણી વાર ગુઈદો હાસ્ક અને કાર્લોસ ગેરોસા નામના બે દલાલોને પણ મળ્યા હતા, જેનું નામ આ કૌભાંડમાં સામે આવ્યું હતુ.

સીબીઆઇ હાલ એસપી ત્યાગીના બેંક એકાઉન્ટ અને સંપત્તિની તપાસમાં લાગી છે. ટૂંક જ સમયમાં સીબીઆઇ એસપી ત્યાગીના ભાઇઓને અને મામલામાં શંકાના દાયરામાં આવેલ કંપની આઇડીએસ ઇંફોટેકના લીગલ એડવાઇઝર રહેલ ગૌતમ ખેતાનની પણ પુછપરછ કરશે.
First published:

Tags: ઇન્ડિયન એર ફોર્સ ન્યૂઝ, કોંગ્રેસ, કૌભાંડ, પુછપરછ, પૂર્વ, લાંચ, સીબીઆઇ

આગામી સમાચાર