Forest Guard Exam Paper Leak: ગુજરાતમાં વધુ એક પેપર લિક કાંડ, ઉનાવામાં વન વિભાગની પરીક્ષાનું પેપર ફૂટ્યુ
Forest Guard Exam Paper Leak: ગુજરાતમાં વધુ એક પેપર લિક કાંડ, ઉનાવામાં વન વિભાગની પરીક્ષાનું પેપર ફૂટ્યુ
મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલની આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે અને આ મામલે રાજનીતિ પણ ગરમાઇ ગઇ છે.
Van Rakshak Exam Paper Leak: આજ રોજ વનરક્ષક વર્ગ-3ની પરીક્ષા આજે યોજાઇ. જેની માટે વર્ષ 2018માં ભરતી માટેનાં ફોર્મ ભરાયા હતાં. ગુજરાત વનવિભાગમાં 334 જગ્યાઓ ખાલી છે. ત્યારે આજે બપોરનાં 12થી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઇ હતી.
ગુજરાતમાં પરિક્ષા લેવાય તે પહેલા જ પેપરો ફૂટી (Paper Leak) જવાની ઘટના સામન્ય બની ગઇ હોય તેમ અવારનવાર પેપરો ફૂટી રહ્યા છે. આજે રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા (Van Rakshak Exam Paper Leak) અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઊંઝા (Unjha)ના ઉનાવા ગામે આવેલ મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. ઉનાવામાં વન વિભાગની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ થઇ રહ્યા છે. મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલની આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે અને આ મામલે રાજનીતિ પણ ગરમાઇ ગઇ છે.
મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલની આ ઘટનામાં એવો પણ ખુલાસો થયો છે કે, રવિ કનુભાઇ મકવાણા નામનો વિદ્યાર્થી જ્યારે પાણી પીવા ગયો ત્યારે તેની પાસે જવાબો લખેલી કાપલી આવી ગઇ હતી. સ્થાનિક પોલીસે શાળામાં પહોંચી આ મામલે તપાસ હાથ ધરી છે. ત્યાં જ રવિ નામના વિદ્યાર્થીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ ઘટનામાં ઘણા લોકો સામેલ છે. પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબ સાથે પ્રવેશ્યો ત્યારે આ આખા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો હતો. જોકે વિદ્યાર્થી પાસે ડી સિરીઝનું પેપર હતું તે કાપલી આપનાર વ્યક્તિને કેવી રીતે ખબર પડી તે એક મોટો સવાલ છે.
ત્યાં જ આ વન વિભાગની પરીક્ષાને લઇ રાજનીતિ પણ ગરમાઇ ગઇ છે આમ આદમી પાર્ટી પણ સરકાર પર મોટા આક્ષેપ કરી રહી છે કે, આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે,"ફરી એકવાર ગુજરાતના મહેનતુ યુવાનોનું નસીબ ફૂટ્યું છે. હવે કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે."
ઉલ્લેખનિય છે કે, આજ રોજ વનરક્ષક વર્ગ-3ની પરીક્ષા આજે યોજાઇ. જેની માટે વર્ષ 2018માં ભરતી માટેનાં ફોર્મ ભરાયા હતાં. ગુજરાત વનવિભાગમાં 334 જગ્યાઓ ખાલી છે. ત્યારે આજે બપોરનાં 12થી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઇ હતી. જેમાં મહેસાણાના ઉનાવામાં વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો દાવો કરાયો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર