Home /News /gujarat /વિદેશીઓની પહેલી દસ ફરવાની પસંદમાં પણ નથી ગુજરાત

વિદેશીઓની પહેલી દસ ફરવાની પસંદમાં પણ નથી ગુજરાત

ફોરેન ટૂરિસ્ટ સૌથી વધુ મુલાકાત લેતા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 47.21 લાખ સાથે ટોચના સ્થાને છે.

ફોરેન ટૂરિસ્ટ સૌથી વધુ મુલાકાત લેતા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 47.21 લાખ સાથે ટોચના સ્થાને છે.

    ગુજરાત ટુરિઝમે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે 'કુછ દિન તો ગુજારીએ ગુજરાત મે' કહીને રાજ્યમાં ફરવા માટે અનેક આમંત્રણો આપ્યાં પરંતુ આ બધું જ જાણે કંઇ કામ ન આવ્યું. આમછતાં વિદેશી યાત્રીઓ સૌથી વધુ મુલાકાત લેતા હોય તેવા દેશના ટોચના 10 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ થતો નથી. આવતી કાલે એટલે 27 સપ્ટેમ્બરે 'વર્લ્ડ ટૂરિઝમ ડે' છે ત્યારે પ્રવાસીઓને મામલે ગુજરાતની સ્થિતિ ઘણી ખરાબ છે.

    ફોરેન ટૂરિસ્ટ સૌથી વધુ મુલાકાત લેતા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 47.21 લાખ સાથે ટોચના સ્થાને છે. દેશમાં કુલ જેટલા ફોરેન ટૂરિસ્ટ આવે છે તેમાંના 19.1% લોકો તામિલનાડુની મુલાકાત લેવાનું પસંદ કરે છે. જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્ર આવે છે. ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ આવે છે જ્યાં 12.8 ટકા ફોરેન ટૂરિસ્ટ જવાનું પસંદ કરે છે. ગુજરાતમાં અંદાજે 3 લાખ ફોરેન ટૂરિસ્ટ દર વર્ષે આવતા હોય છે. ફોરેન ટૂરિસ્ટનું સૌથી વધુ આગમન થતું હોય તેવા દેશના ટોચના ૧૦ શહેરમાં અમદાવાદ ૧૦માં ક્રમે છે. આ આંકડા વર્ષ 2016નાં છે.

    જો આપણે વાત કરીએ ડોમેસ્ટિક ટૂરિસ્ટ એટલે દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવતા યાત્રીઓની વાત કરીએ તો તેમાં ગુજરાત 42.25 કરોડ પ્રવાસીઓ સાથે નવમાં ક્રમે છે. 2015માં પણ ગુજરાત નવમા સ્થાને જ હતું.
    રાજ્યફોરેન ટૂરિસ્ટકેટલા ટકા(*વર્ષ 2016ના આંકડા)
    તામિલનાડુ47.21 લાખ19.1%
    મહારાષ્ટ્ર46.70લાખ18.9%
    ઉત્તર પ્રદેશ31.56 લાખ12.8%
    દિલ્હી25.20 લાખ10.2%
    પશ્ચિમ બંગાળ15.18 લાખ6.2%
    રાજસ્થાન15.13 લાખ6.1%
    કેરળ10.38 લાખ4.2%
    બિહાર10.10 લાખ4.1%
    ગોવા6.80 લાખ2.8%
    પંજાબ6.59 લાખ2.7%
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Tourism, Travel, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन