Home /News /gujarat /

રાજ્યની 23 જેલોમાંથી ફૂડ સેમ્પલ લેવાયા, 9 જેલોના સેમ્પલ ફેઇલ

રાજ્યની 23 જેલોમાંથી ફૂડ સેમ્પલ લેવાયા, 9 જેલોના સેમ્પલ ફેઇલ

જેલની પ્રતિકાત્મક તસવીર

ડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યની જેલો ઉપર દરોડા પાડ્યા હતા. અને રાજ્યની 23 જેટલી જેલોના ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને આ સેમ્પલોમાં 9 સેમ્પલો ફેઇલ ગયા હતા.

  ગીતા મહેતા, ગાંધીનગરઃ જ્યારે વાર તરહેવાર આવે છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેકડી અને ફાસ્ટ ફૂડની દુકાનોના સેમ્પલો લેતા હોય છે. પરંતુ અહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યની જેલો ઉપર દરોડા પાડ્યા હતા. અને રાજ્યની 23 જેટલી જેલોના ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને આ સેમ્પલોમાં 9 સેમ્પલો ફેઇલ ગયા હતા. જેમાં અમરેલી અને ગાંધીધાની જેલ સેમ્પલ ફેઇલ જવામાં પ્રથમ રહી હતી.

  મળતી માહિતી પ્રમાણે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ 23 જેલોમાં મળતા ફૂડના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલોના ચોંકાવનારા રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ખરાબ રીપોર્ટ અમરેલી અને ગાંધીધામ જેલનો આવ્યો છે. આ બંને જેલો સેમ્પલ ફેઇલ થવામાં પ્રથમ નંબરે આવ્યા છે.

  આ પણ વાંચોઃ-પ્રથમ કિસ્સો : અંગદાન મળ્યાં પછી સુરતનાં માતાપિતાએ ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિથી મેળવ્યો પુત્ર

  જેલમાં નબળી ગુણવત્તાવાળું ભોજન મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી. એટલું જ નહીં જેલના ખાવામાં ઘાતક કેમિકલ્પ હોવાનો પણ ખુલાસો થયો છે. સેમ્પલ ફેઇલની ટકાવારી કરતાય ય ગંભીર ટકાવારી રિપોર્ટમાં બહાર આવી છે. એટલું જ નહીં જેલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જેલમાં રેડ પાડનાર વિભાગ ભારતમાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Food and drugs department, ગુજરાત, ભારત

  આગામી સમાચાર