Home /News /gujarat /

બદલાઈ જશે ખરીદીની ટેવ! સ્ટોર્સ પર જ ખબર પડશે કે તમે ખરીદી રહ્યા છો અનહેલ્થી વસ્તુ

બદલાઈ જશે ખરીદીની ટેવ! સ્ટોર્સ પર જ ખબર પડશે કે તમે ખરીદી રહ્યા છો અનહેલ્થી વસ્તુ

ઝેરી ખોરાકની માહિતી

એક વખત તેનો અમલ થઈ ગયા બાદ ભારત ટૂંક સમયમાં જ ખાદ્ય ચીજો પર ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ (એફઓપીએલ) રજૂ કરવામાં અન્ય કેટલાક દેશો સાથે જોડાશે.

  અમદાવાદ: ટૂંક સમયમાં જ્યારે તમે કોઈ સ્ટોરમાં જશો અને ચિપ્સ અથવા બિસ્કિટનું પેકેટ જોશો, ત્યારે 'સ્ટાર્સ' (Stars) પર જ તમને જાણવા મળી જશે તે કે તમે હેલ્થી વસ્તુ (Healthy Food) લઇ રહ્યો છો કે પછી અનહેલ્થી વસ્તુની પસંદગી કરી રહ્યા છો. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો (Packed Food) માટે સૂચિત 5-સ્ટાર રેટિંગ સિસ્ટમ (5 Star Rating System) સૂચવે છે કે, ચિપ્સમાં ટૂ સ્ટાર છે. દા.ત. સોડિયમનું ઊંચું પ્રમાણ હોવાને કારણે અથવા બિસ્કીટમાં વધુ ખાંડ અને મધ્યમ ફાઇબરની માત્રા માટે ત્રણ સ્ટાર હોય છે. એર-કન્ડિશનર અને રેફ્રિજરેટર્સ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પરના સ્ટાર રેટિંગ્સની જેમ ફૂડ પેક્સ પરના સ્ટાર્સ સૂચવે છે કે તમે તમારી ખરીદી (Shopping) માટે કેટલી પોષણયુક્ત સમજદારી દાખવી છે.

  ડેક્સ્ટર કન્સલ્ટન્સીમાં ડોક્ટરલ વિદ્યાર્થી રાહુલ સંઘવીની સાથે આઈઆઈએમ અમદાવાદ (IIM-A)ના પ્રોફેસર અરવિંદ સહાય અને રંજનકુમાર ઘોષની ટીમ દ્વારા સમગ્ર ભારતમાં 200થી વધુ ઉત્તરદાતાઓને આવરી લેતા એક વ્યાપક સંશોધન બાદ સ્ટાર રેટિંગ સિસ્ટમની ભલામણ કરવામાં આવી છે. એક વખત તેનો અમલ થઈ ગયા બાદ ભારત ટૂંક સમયમાં જ ખાદ્ય ચીજો પર ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ (એફઓપીએલ) રજૂ કરવામાં અન્ય કેટલાક દેશો સાથે જોડાશે. જેથી ગ્રાહકોને પેકમાં પોષક તત્વોના મૂલ્યો વિશે માહિતગાર કરી શકવામાં મદદ મળશે.

  સંશોધન અહેવાલ 'ભારતમાં વિવિધ ન્યુટ્રિશન ફ્રન્ટ-ઓફ-પેક લેબલ્સ માટે ગ્રાહક પસંદગીઓ' તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

  ડેવલપમેન્ટ નજીકના સૂત્રોએ જણાવ્યા અનુસાર, તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે જરૂરી પરામર્શ બાદ ટૂંક સમયમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. ઘોષે કહ્યું કે પેકની સામગ્રી બતાવવી ફરજિયાત છે. વધુમાં તેણે જણાવ્યું કે, “પરંતુ જ્યારે પણ ગ્રાહક ચિપ્સ, બિસ્કિટ કે પેક્ડ સ્નેક્સના પેકેટની ખરીદી કરવાનું નક્કી કરે છે, ત્યારે આપણે સામાન્ય રીતે પોષક તત્વો અથવા ચરબી, ખાંડ અથવા મીઠાની સામગ્રી પરની ફાઇન પ્રિન્ટ ચકાસતા નથી. જો કોઇ કરે તો પણ વેલ્યૂ માન્ય રેન્જમાં છે કે કેમ તે જાણવા કોઇ ઇન્ડીકેટર નથી.”

  દર વર્ષે 58 લાખથી વધુ મોત

  રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતમાં દર વર્ષે બિનચેપી રોગો (NCD)થી 58.7 લાખ મૃત્યુ થાય છે, જે કુલ મૃત્યુના લગભગ 60 ટકા છે. રિપોર્ટમાં અનુસાર, "સેચ્યુરેટેડ ફેટ, ખાંડ અને મીઠાનું ઊંચું પ્રમાણ ધરાવતા એનર્જી ડીફેન્સ ફૂડની સરળ ઉપલબ્ધતા સ્થૂળતા અને એનસીડીમાં વધારો કરનારા મુખ્ય પરીબળો છે."

  વિશ્વના અન્ય દેશોમાં અમુક ખાસ પદ્ધતિ

  સમગ્ર વિશ્વમાં એફઓપીએલની કેટલીક પદ્ધતિઓમાં હેલ્થ સ્ટાર રેટિંગ (HSR), ન્યુટ્રીસ્કોર, વોર્નિંગ લેબલ, મલ્ટિપલ ટ્રાફિક લાઇટ્સ (MTL) અને મોનોક્રોમ ગાઇડલાઇન ડેઇલી એમાઉન્ટ (GDA)નો સમાવેશ થાય છે. IIM-Aની ટીમ માટે પડકાર એ હતો કે ભારતની પ્રાદેશિક અને ભાષાકીય વિવિધતાને ધ્યાનમાં રાખીને એક એવી પ્રણાલીની ભલામણ કરવી કે જે 'સમજી શકાય તેવી, સ્વીકાર્ય અને છતાં અસરકારક' હોય.

  પ્રોફેસર સહાયે જણાવ્યું કે, “તે માટે અમે એક નમૂનો તૈયાર કર્યો. ભારતના 20 રાજ્યોમાં 20,564 ઉત્તરદાતાઓ, સંભવતઃ એફએફપીએલની યોગ્યતાને સમજવા માટે વિશ્વનો આ પ્રકારનો સૌથી મોટો યાદ્દચ્છિક નિયંત્રણ પરીક્ષણ (આરસીટી) અભ્યાસ છે. જેમાં વ્યવસાયો, માસિક આવકના તમામ સ્તરો, પુરુષ અને સ્ત્રી અને શહેરી અને ગ્રામીણ વસ્તી કેવી રીતે એફઓપીએલને અસરકારક બનાવી શકાય તે નક્કી કરવા માટે તમામ રાજ્યો, તમામ શૈક્ષણિક પ્રોફાઇલ્સ, તમામ વય જૂથો અને વ્યવસાયોના વિશાળ સ્પેક્ટ્રમને આવરી લેવામાં આવ્યા છે.”

  ઉપભોક્તાઓને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ પેક પરની સામગ્રીને સરળતાથી ઓળખી શકે છે, તેના સ્વાસ્થ્યની અસરોને સમજી શકે છે, અને અન્ય લોકોમાં વધુ પડતા અથવા અનિચ્છનીય પોષક તત્વોની હાજરી છે કે કેમ.

  સંશોધકોએ જણાવ્યું હતું કે, વિવિધ જૂથોમાં સ્ટાર સિસ્ટમ સૌથી વધુ સ્વીકૃત હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વોર્નિંગના લેબલ્સ અને રંગ-આધારિત વોર્નિંગ (લાલ, નારંગી, લીલો)નો સમાવેશ થાય છે. તેઓએ ઉમેર્યું હતું કે, એફઓપીએલની હાજરીથી ગ્રાહકની ખરીદીની વર્તણૂકને અસર થઈ છે. હાલની આરોગ્યની સ્થિતિવાળા લોકોએ પણ આ ખ્યાલને આવકાર્યો હતો.
  First published:

  Tags: અમદાવાદ, ખોરાક

  આગામી સમાચાર