Home /News /gujarat /

અમદાવાદ: દુકાને ગયેલી પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં

અમદાવાદ: દુકાને ગયેલી પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં

પ્રતિકાત્મક તસવીર

સરદારનગર ખાતે ચિકન શોપના માલિકે બાળકીને ફોસલાવીને તેની સાથે અડપલાં કર્યા હતા.

    હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના સરદારનગરમાં બાળકી સાથે અડપલાંનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    મળતી માહિતી પ્રમાણે સરદારનગરમાં રહેતી બાળકી ઘર નજીક આવેલી ચિકનની શોપમાં ગઈ હતી. બાળકી ચિકન લેવા માટે ગઈ હતી. આ સમયે ચિકન શોપના માલિકે બાળકીને ફોસલાવીને તેની સાથે અડપલાં કર્યા હતા.

    ચિકસ શોપના માલિક સિરાજ કુરૈશીએ બાળકીને દુકાનમાં બોલાવીને તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ અંગે બાળકીએ પોતાના માતાપિતાને વાત કરતા શિકન શોપના માલિકના પાપનો ભાંડો ફૂટી ગયો હતો.

    આરોપી


    બાળકીના માતાપિતાએ ચિકન શોપ ખાતે જઈને હોબાળો મચાવ્યો હતો તેમજ પોલીસને જાણ કરી હતી. આ કેસમં પોલીસે ચિકન શોપના માલિક એવા સિરાજ કુરૈશીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Molestation, Sardarnagar, અમદાવાદ, ગુનો, છોકરી, પોલીસ`

    આગામી સમાચાર