વડોદરા : પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ કોરોના પોઝિટિવ, પાંચ પોલીસકર્મીઓને કૉરન્ટાઇન કર્યા

વડોદરા : પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ કોરોના પોઝિટિવ, પાંચ પોલીસકર્મીઓને કૉરન્ટાઇન કર્યા
વડોદરા : પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ કોરોના પોઝિટિવ, પાંચ પોલીસકર્મીઓને કૉરન્ટાઇન કર્યા

કારેલીબાગ પોલીસે 50થી વધુના ટોળા સામે હત્યાના પ્રયાસ સહીત અન્ય કલમનો ઉમેરો કરી 10 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા

  • Share this:
વડોદરા : રેડઝોન નાગરવાડા વિસ્તારમાં કારેલીબાગ પોલીસ પર થયેલા હુમલાના 10 આરોપીઓ પૈકી પાંચ આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કારેલીબાગના એક પોલીસ અધિકારી સહીત પાંચ પોલીસ કર્મચારીઓને તકેદારી ના ભાગરૂપે હોમ કૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

નાગરવાડા વિસ્તારમાં આવેલ એક શાળા પાસે ટોળુ એકઠુ થયું હતું. એકત્રિત લોકો ને ઘરે જવાનું સમજાવતા સ્થાનિક લોકો અને ફરજ પર હાજર ગૌતમ ભાઈ પર સ્થાનિકોએ ઘર્ષણ કર્યું હતું. એલઆરડી ગૌતમભાઇએ પીએસઆઇ વી.એ સોલંકીને ફોન પર આ બાબતની જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ટોળાને પોલીસે સમજાવતા તે વિખેરાઇ ગયા હતા. પરંતુ વહેલી સવારે પાંચ વાગે ફરીથી સ્થાનિકોનું ટોળુ એકઠુ થયું હતુ. રમઝાન મહિનામા સેહરીનો સમય થઇ ગયો હોવા છતાં લોકો ઘરમા જતા ન હોવાથી પોલીસે તેમને સમજાવ્યા હતા. જોકે ટોળુ ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં એક પોલીસકર્મીને ઈજાઓ થઇ હતી.આ પણ વાંચો - અમદાવાદના કયા વિસ્તારોને રેડ ઝોન અને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા?

ટોળાએ પોલીસ ઉપર કાંચની બોટલો અને પથ્થરનો મારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ વણસી ઉઠતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાતા વધુ પોલીસ ફોર્સ આવતો ટોળુ વિખેરાઇ ગયું હતુ. બનાવને પગલે કારેલીબાગ પોલીસે 50થી વધુના ટોળા સામે હત્યાના પ્રયાસ સહીત અન્ય કલમનો ઉમેરો કરી 10 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે ઝડપી પાડેલા તમામને મેડિકલ તપાસ અર્થે મોકલવામાં આવ્યાં હતા. જ્યાં આજરોજ 10 પૈકી 5નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરએ જાડેજાએ જણાવ્યું હતું કે રેડઝોનમાં પોલીસ ઉપર થયેલા જીવલેણ હુમલાને પગલે પી.એસ.આઇ વી.એ સોલંકી સહીત ચાર પોલીસ કર્મીઓને તકેદારીના ભાગરુપે હોમ કૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. બાદમાં આ તમામ પોલીસ કર્મીઓની પણ મેડિકલ તપાસ કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:April 28, 2020, 21:03 pm

ટૉપ ન્યૂઝ