Home /News /gujarat /

અમદાવાદ: એસજી હાઈવેથી-જગતપુર-ચાંદખેડા જતો રસ્તો બન્યો લૂંટારૂઓ અડ્ડો!

અમદાવાદ: એસજી હાઈવેથી-જગતપુર-ચાંદખેડા જતો રસ્તો બન્યો લૂંટારૂઓ અડ્ડો!

ત્રણ ચાર લૂંટારૂઓ ઓછી અવર જવરવાળા આ રસ્તા પર બાઈક પર એકલા જતા લોકોને ચપ્પાની અણીએ ઈજા પહોંચાડી લૂંટ ચલાવી રહ્યા છે

ત્રણ ચાર લૂંટારૂઓ ઓછી અવર જવરવાળા આ રસ્તા પર બાઈક પર એકલા જતા લોકોને ચપ્પાની અણીએ ઈજા પહોંચાડી લૂંટ ચલાવી રહ્યા છે

    હર્મેશ સુખડીયા - અમદાવાદ

    અમદાવાદમાં હવે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. તેમાં પણ અમદાવાદના એસજી હાઇવે પરથી ચાંદખેડા તરફ જતો જગતપુર રોડ લૂંટારૂઓનું સામ્રાજ્ય બન્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા એક જ અઠવાડિયા પાંચ લોકો લૂંટાયા છે. આ લૂંટારૂઓ પાવડરનો નશો કરતા અથવા નવા નિશાળિયા લોકોની ગેંગ હોવાની શક્યતા હાલ પોલીસે સેવી છે. તો પોલીસના પેટ્રોલીંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.

    અમદાવાદમાં એસજી હાઈવેથી ચાંદખેડા તરફ જતા જગતપુર રોડ આવે છે. અહીં સાંજ પછી મોટાભાગે રસ્તો સુમસામ હોય છે, એકલ દોકલ વ્યક્તિની જ અવર જવર રહે છે. હજુ રસ્તા પર વિકાસ ન હોવાના કારણે રોડ પર ક્યાંક ઝાડી ઝાંખરા છે, તો કેટલાક અંતર સુધી લાઇટો પણ નથી, અને તેના કારણે અહીં એક જ અઠવાડિયામાં લૂંટના કિસ્સા વધ્યા છે. એક જ અઠવાડિયામાં પાંચ પાંચ લૂંટના બનાવ બનતા પોલીસ પણ શંકાના ઘેરામાં આવી છે.

    આ મુદ્દે ચાંદખેડા પીઆઈ બી. કે. ગમારના જણાવ્યા અનુસાર, એસજી હાઈવેથી વાયા જગતપુર થઈ ચાંદખેડા આવવાના રસ્તા પર ત્રણ લૂંટની ફરિયાદ નોંધાઈ છે. જેમાં જાણવા મળ્યું છે કે, ત્રણ ચાર લૂંટારૂઓ ઓછી અવર જવરવાળા આ રસ્તા પર બાઈક પર એકલા જતા લોકોને ચપ્પાની અણીએ ઈજા પહોંચાડી લૂંટ ચલાવી રહ્યા હોવાની ત્રણ ઘટના ચાંદખેડા પોલીસ સ્ટેશને સામે આવી છે, બીજી બે ઘટના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધુ છે અને ગુનેગારોને ઝડપી પાડવા યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

    ચાંદખેડા પીઆઈ બી.કે. ગમાર


    જગતપુર રોડ પરથી પસાર થતાં પુખરાજ સુથાર નામનો વ્યક્તિ 23મીએ લૂંટનો ભોગ બન્યા હતો. જ્યારે 25મીએ રામવીરસિંહ લૂંટનો ભોગ બન્યા. તો 28મીએ મયુર કવેર અને તેનો મિત્ર લૂંટાયા હતા. આ ત્રણેય કિસ્સાની ફરિયાદ ચાંદખેડામાં નોંધાઇ છે. જ્યારે 26મી અને 27મીએ બે લોકો લૂંટાયા હતા જેની ફરિયાદ સોલા પોલીસસ્ટેશનમાં નોંધાઇ. એક કિસ્સામાં એક શખ્સને લોકોએ પકડી લેતા સોલા પોલીસને સોંપ્યો હતો. જો કે પોલીસ સાથે વાત કરતા પોલીસે જણાવ્યું કે, કોઇ જેલમાંથી છુટેલા ગુનેગારો અથવા પાવડરનો નશો કરનારા લોકો આ ગુનાને અંજામ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કોઇ પ્રોફેશનલ ગેંગ ન હોવાનું પોલીસ માની રહી છે.

    તો સાંજના સમયે ઓફિસેથી કે કોઇ અન્ય કામેથી પરત જનારા લોકો હવે આ રસ્તા પરથી અંધારૂ થાય તે પહેલા જ જવાનું પસંદ કરી રહ્યા છે. પોલીસ પણ પેટ્રોલીંગના દાવા કરી રહી છે. ત્યારે પોલીસ લોકોનો ડર દૂર કરી શકશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: SG Highway

    આગામી સમાચાર