Home /News /gujarat /

ફીશરીઝ કૌભાંડ: મંત્રી પરસોત્તમ સોલંકી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યું, થઈ શકે છે ધરપકડ

ફીશરીઝ કૌભાંડ: મંત્રી પરસોત્તમ સોલંકી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યું, થઈ શકે છે ધરપકડ

ડાભે - પરસોત્તમ સોલંકી અને જમણે - દિલિપ સંઘાણી

રૃપિયા ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડના આરોપમાં રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીને આગામી પંદર દિવસમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર થવા માટે હાઇકોર્ટે ફરમાન કર્યું હતું

    લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યના બંને મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા માટે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ ભાજપાના સરકારના રાજ્ય મંત્રી પરસોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. ફીશરીજ કૌભાંડ મામલે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી વિરુદ્ધ સ્પેશ્યલ એસીબી કોર્ટે ધરપકડ માટે વોરંટ ઈસ્યું કર્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, એસીબી કોર્ટ દ્વારા ફીશરીજ કૌભાંડ મામલે સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી અને દિલિપ સંઘાણી વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, પરસોત્તમ સોલંકી આજે કોર્ટમાં હાજર ન રહેતા તેમની સામે આજે ધરપકડનું વોરંટ ઈસ્યું કરવામાં આવ્યું છે.

    તમને જણાવી દઈએ કે, દિલિપ સંઘાણી તેમના વકિલ મારફતે કોર્ટમાં હાજર રહ્યા હતા, પરંતુ પરસોત્તમ સોલંકી સામે પણ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યું હોવા છતા હાજર ન રહેતા ધરપકડ વોરંટ ઈસ્યું કરવામાં આવ્યો છે. અગામી સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. હવે એસીબી દ્વારા મંત્રી પરસોત્તમ સોલંકીની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના.

    ઉલ્લેખનીય છે કે, રૃપિયા ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડના આરોપમાં રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીને આગામી પંદર દિવસમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર થવા માટે હાઇકોર્ટે ફરમાન કર્યું હતું.

    શું છે મામલો
    વર્ષ ૨૦૦૮માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરસોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરૃધ્ધ કાર્યવાહી ચાલી રહી છે. જેની તપાસમાં પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની સંડોવણી પણ બહાર આવી છે. સ્પેશિયલ કોર્ટે બન્ને નેતાઓને હાજર થવાનો આદેશ કર્યો હતો અને ક્રિમીનલ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર ન થવું પડે તે માટે સોલંકીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી અને માગણી કરી હતી કે તેમના વિરૃધ્ધ ક્રિમીનલ ઇન્કવાયરી ન થવી જોઈએ. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ આ રિટ ફગાવી હતી અને અવલોકન નોંધ્યું હતું કે, ફરિયાદમાં કરાયેલા આક્ષેપો ખૂબ ગંભીર છે, તેને અવગણી ન શકાય તેવા છે. આ કેસમાં સોલંકીને મળેલી વચગાળાની રાહતો પણ આ આદેશ દ્વારા પૂર્ણ થઈ ગઈ છે.

    બનાસકાંઠા જિલ્લામાં માછલીઓના વેપાર અને હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ વર્ષ ૨૦૦૮માં માછીમારી માટે તળાવોનો સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તે વર્ષે ફિશરીઝ માટેના તળાવોના કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર જ આપી દેવામાં આવ્યા છે. તેથી તેણે આ અંગે વધુ માહિતી મેળવી સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપવામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે જુલાઇ ૨૦૦૮માં તેને જાણવા મળ્યું હતું કે તત્કાલિન મત્સ્યોદ્યોગ મંત્રી ફિશરીઝ તળવાનો કોન્ટ્રક્ટ ટેન્ડર વગર આપી રહ્યા છે.

    આ પ્રકારના કોન્ટ્રક્ટ ટેન્ડર દ્વારા જ આપવાનો કાયદો છે, પરંતુ સોલંકી તેમના અંગત વ્યક્તિઓને આ કોન્ટ્રક્ટ આપી લાંચ મેળવતા હતા. તેમણે જુલાઈ-ઓગસ્ટ ૨૦૦૮ દરમિયાન ફિશરીઝ માટેના ૫૮ તળાવોનો કોન્ટ્રક્ટ ટેન્ડર વગર આપવામાં આવ્યો હતો. ગેરકાયદે અપાયેલા કોન્ટ્રક્ટની કિંમત કાયદેસર અપાતા કોન્ટ્રાક્ટથી ખૂબ ઓછી હતી. આવી રીતે કોન્ટ્રક્ટ લેવામાં જે પણ વ્યક્તિ કે કંપનીને રસ હોય તેને પરસોત્તમ સોલંકી તેમની સરકારી ઓફિસ અને ઘરે બોલાવી મીટિંગ કરતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદીનો છે. ૫૮ કોન્ટ્રક્ટ માટે સાલંકીએ કુલ રૃપિયા ૧૧ કરોડની લાંચ લીધી હોવાનો આક્ષેપ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Against, BJP Minister, Fisheries Scam

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन