Home /News /gujarat /

અમદાવાદઃ આંગડિયા પેઢીના કર્મચારી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ, મોત

અમદાવાદઃ આંગડિયા પેઢીના કર્મચારી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ, મોત

    અમદાવાદમાં ગુનાખોરી દિવસેને દિવસે વધી રહી છે. ફરી એક વખત અહીં આંગડિયા પેઢીને કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યો છે. શુક્રવારે સવારે આંગડિયા પેઢીને કર્મચારી પર લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ
    કર્મચારીને સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આંગડિયા પેઢીના કર્મી પર સવારે સાત વાગ્યે હુમલો થયો હતો.

    બનાવની વિગત એવી છે કે પટેલ ચીમનલાલ હરગોવિંદ આંગડિયા પેઢીના કર્મચારી પર અજાણ્યા લોકો દ્વારા આજે સવારે ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે બાઈક પર આવેલા ચાર શખ્સોએ
    પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આંગડિયાનો કર્મચારી ઘાયલ થયો હતો.

    આંગડિયા પેઢીના કર્મચારીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદથી મહેસાણા જઈ રહ્યો હોવાની માહિતી મળી છે.



    આણંદના ઉમરેઠ ડુગરીપુરા રોડ પર લૂંટ

    આણંદમાં એક ફાઇનાન્સ કંપનીના કર્મચારીને લૂંટી લેવાયાનો બનાવ સામે આવ્યો છે. દીશા ફાઇનાન્સ કંપનીનો કર્મચારી રિકરિંગ કરીને ઉમરેઠ પરત ફરી રહ્યો હતો ત્યારે એક કારમાં આવેલા લુંટારુઓએ બાઇક રોકીને રૂ. 48,650ની રોકડ અને એક ટેબ્લેટની લૂંટ ચલાવી હતી. ઉમરેઠ ડુગરીપુરા રોડ પર અગાઉ પણ લુંટારુઓએ આ જ રીતે લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Firing, અમદાવાદ, મોત

    આગામી સમાચાર